સેલ્ફી લેતા એક ફેનનો ફોન ગોવિંદાની પત્નીએ ખેંચી લીધો, જુઓ વીડિયો

PC: instagram.com

સોશિયલ મીડિયા પર ગોવિંદાની વાઇફ સુનિતા આહૂજાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને યુઝર્સ ખૂબ કન્ફ્યૂઝનમાં છે કે ગોવિંદાની વાઇફ આખરે કહેવા શું માંગતી હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફેન સુનિતા આહૂજા પાસે જાય છે અને સેલ્ફી ખેંચવાની ઇચ્છા જાહેર કરે છે. પરંતુ સુનિતાએ ફેનના હાથમાંથી ફોન ખેંચી લે છે અને પછી પોતે જ સેલ્ફી પાડવા સાગે છે. આ વીડિયોને 24 કલાકમાં 5 લાખ વાર જોવામાં આવ્યો છે.

આ વીડિયો બે દિવસ જૂનો છે. પરંતુ વાયરલ થવાને કારણે ચર્ચામાં છે. ગોવિંદા પોતાના પરિવાર સાથે વિંધ્યાચલ મંદિર પહોંચ્યો હતો. ગોવિંદાની વાઇફ ત્યાં સોફા પર બેઠી હતી અને અચાનક એક વ્યક્તિ આવીને સુનિતા સાથે સેલ્ફી લેવાની કોશિશ કરવા લાગ્યો, પરંતુ સેલ્ફી સારી રીતે ન આવતા સુનિતાએ ફોન ખેંચીને પોતે જ સેલ્ફી પાડી લીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp