ભૂમિ પેડનેકરની લાગી લોટરી, બેક ટુ બેક 6 ફિલ્મો થઈ રહી છે રીલિઝ

PC: indulgexpress.com

ભૂમિ પેડનેકરે ‘દમ લગાકર હઈશા’ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે ભૂમિને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મે નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. ભૂમિની છેલ્લી ફિલ્મ ‘સોનચિડિયા’ હતી, જેમાં તેણે મહિલા ડાકુનું કેરેક્ટર પ્લે કર્યું હતું. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતી બતાવી શકી. હાલ ભૂમિની ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે, જે બેક ટુ બેક રીલિઝ થવાની છે.

 
 
 
View this post on Instagram

World's Oldest Sharp Shooters - Chandro Tomar and Prakashi Tomar ❤️ the coolest SHOOTER DADIS 😎 My heart is full of gratitude, to be able to be a part of their bloody extraordinary story. The more time I spend with them, the more I realise how great their achievements are. They are so special and blessed 🙏🏻 इतने प्यार और सम्मान के लिए थैंक यू।वी लव यू @shooterdadiofficial @shooterdadi 😘🇮🇳 Thank you @tusharhiranandani @nidhiparmarhira for putting in your everything to make this happen and making us a part of it. Really such immense love for you both🙏🏻 This journey is unlike any other with my sister in arms @taapsee ❤️ #saandkiaankh #goodmorning #monday #motivation #shooterdadi

A post shared by Bhumi Pednekar (@bhumipednekar) on

આ ફિલ્મોમાં ‘ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે’ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે કોંકણા સેન શર્મા પણ છે. ફિલ્મનો ફર્સ્ટ લુક ઓક્ટોબરમાં આવી ચુક્યો છે. તેની બીજી ફિલ્મ અનુરાગ કશ્યપના પ્રોડક્શનમાં બની રહેલી ‘સાંડ કી આંખ’ છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નૂ છે. આ ફિલ્મ શૂટર દાદી ચંદ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે.

ત્યારબાદ ભૂમિ એક હોરર મુવીમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં પણ તેની સાથે તાપસી પન્નુ દેખાશે. આ ઉપરાંત, 1978માં આવેલી સંજીવ કુમારની ‘પતિ, પત્ની ઓર વો’ની રીમેકમાં તે અનન્યા પાંડે અને કાર્તિક આર્યન સાથે દેખાશે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રીલિઝ થશે. ભૂમિની વધુ એક ફિલ્મ આવી રહી છે. જેનું નામ ‘બાલા’ છે. આ ફિલ્મમાં ભૂમિની સાથે આયુષમાન ખુરાના છે. ‘સ્ત્રી’ ફિલ્મના ડિરેક્ટર તેને ડિરેક્ટ કરશે. આ ઉપરાંત. કરન જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ‘તખ્ત’માં તે જ્હાન્વી કપૂર, અનિલ કપૂર, કરીના કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને રણવીર સિંહ જેવા એક્ટર્સ સાથે દેખાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp