TRP રેટિંગ્સમાં બિગ બોસ ટોપ-10માંથી બહાર, આ શો છે નંબર વન

PC: punjabkesari.in

ટીવી સીરિયલ્સની TRPના મામલામાં આ અઠવાડિયે મોટાપાયે ઉતાર-ચડાવ જોવા મળ્યો. આ અઠવાડિયે કોન બનેગા કરોડપતિ જ્યાં ટોપ-10માં સામેલ રહ્યુ, તો બીજી તરફ બિગ બોસ 12 ટોપ-10માંથી બહાર નીકળી ગયુ. નંબર 1 પર કલર્સની સીરિયલ નાગિન-3 છે, જ્યારે બીજા નંબર પર કુંડલી ભાગ્ય અને ત્રીજા નંબર પર ઈન્ડિયન આઈડલ છે. કુમકુમ ભાગ્યએ ચોથુ સ્થાન જ્યારે કુલ્ફી કુમાર બાજેવાલા પાંચમુ સ્થાન મેળવવામાં સફળ રહ્યા.

પોપ્યુલર ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હે છઠ્ઠા નંબર પર છે, જ્યારે સાતમા નંબર પર અમિતાભ બચ્ચનનુ KBC છે. તેની સાથે જ આ ક્વિઝ કોન્ટેસ્ટની 10મી સિઝન સમાપ્ત થઈ ગઈ. આઠમાં નંબર પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા, નવમાં નંબર પર રાધાકૃષ્ણન અને દસમાં નંબર પર ગુડ્ડન તુમસે ન હો પાયેગા છે. 11માં નંબર પર તુજ સે હૈ રાબ્તા તેમજ 12માં નંબર પર કસોટી જિંદગી કી છે.

આમ, ટોપ-10 નહીં પરંતુ બિગ બોસ- 12 ટોપ-12માં પણ નથી. આથી, આવનારા અઠવાડિયાઓમાં તમને શોમાં વધુ લડાઈઓ કે એન્ટરટેઈન્મેન્ટ જોવા મળે તો નવાઈ નહીં.

TRPમાં આ સીરિયલો છે ટોપ-10માં

નંબર

સીરિયલ

1

નાગિન

2

કુંડલી ભાગ્ય

3

ઈન્ડિયન આઈડલ

4

કુમકુમ ભાગ્ય

5

કુલ્ફી કુમાર બાજેવાલા

6

યે રિશ્તા ક્યા કહલાતા હે

7

કોન બનેગા કરોડપતિ ગ્રાન્ડ ફિનાલે

8

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

9

રાધાકૃષ્ણ

10

ગુડ્ડન તુમસે ના હો પાયેગા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp