BB 13: આ બે સ્પર્ધકોની સફર ખતમ, પહેલા એલિમિનેશનમાં ઘરથી બહાર

PC: indianexpress.com

સલમાન ખાનનો શો બિગ બોસ 13 શરૂઆતથી જ ઘણાં કારણોને લઈને ચર્ચામાં રહ્યો છે. શોમાં સ્પર્ધકો વચ્ચે ચાલી રહેલા ઝઘડા અને રોમાન્સ દર્શકોને એન્ટરટેનિંગ લાગી રહ્યું છે. આજે શોમાં એલિમિનેશન જોવા મળશે. આ અઠવાડિયે બે મહિલા ઘરમાંથી બહાર થશે. તેમની BB13ની સફરનો અંત આવશે. આજે શોમાં દર્શકોને ડબલ એલિમિનેશન જોવા મળશે.

આ વખતે 4 મહિલાઓ નોમિનટ થઈ હતી. જેમાં રશ્મિ દેસાઈ, કોયના મિત્રા, શહનાઝ ગિલ અને દલજીત કૌર સામેલ છે. ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે, કોણ શોમાંથી સૌથી પહેલા બહાર નીકળશે.

એક રિપોર્ટ અનુસાર, શોમાંથી સૌથી પહેલા દલજીત કૌર એલિમિનેટ થશે. જેને સૌથી ઓછા વોટ મળ્યા છે. તો ઘરમાંથી બેઘર થનારી બીજી સ્પર્ધક કોયના મિત્રા છે.

આ બંનેની જર્નીથી દર્શકો ખુશઃ

દલજીત અને કોયનાની જર્નીની વાત કરીએ તો દર્શકોને બંનેને પસંદ કર્યા. દલજીતનો સોફ્ટ અને કૂલ બિહેવિયર દર્શકોને ખૂબ પંસદ આવ્યો તો બીજી બાજુ કોયનાનો સ્ટ્રેટ ફોર્વડ નેચર પણ ફેન્સને પસંદ આવ્યો. પણ રશ્મિ અને શહનાઝના મુકાબલે દલજીત અને કોયનાને વોટ ઓછા મળ્યા.

 
 
 
View this post on Instagram

I request you all please support #koenamitra #bigboss13 #bollywood #mumbai #actress #model

A post shared by Team Koena Mitra (@koenaofficial) on

આ વખતે ડબલ એલિમિનેશન એટલા માટે થયું કારણ કે ગયા અઠવાડિયે શોમાં કોઈ એલિમિનેશન થયું નહોતું. એ જ કારણે બીજા અઠવાડિયે ડબલ એલિમિનેશન થઈ રહ્યું છે. આ અઠવાડિયે થઈ રહેલા બિગ બોસના પહેલા એલિમિનેશનમાં બે સ્પર્ધકો શોમાંથી વિદાય લેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp