પુરાવા મળ્યા તો રિયા ચક્રવર્તિને જમીનમાંથી ખોદીને બહાર કાઢીશું: બિહાર DGP

PC: googleusercontent.com

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડેએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ચેતવણી આપી છે કે, જે દિવસે તેની વિરુદ્વ પુરાવા મળી જશે એ દિવસે તેને જમીન ખોદીને પણ શોધી કાઢવામાં આવશે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે, ‘રિયા ચક્રવર્તી FIRમાં આરોપી છે અને એટલે પટના પોલીસ તેની તપાસ કરી રહી છે. જે દિવસે અમે પુરાવા એકત્ર કરી લઈશું એ દિવસે અમે રિયાને જમીન ખોદીને પણ શોધી કાઢીશું. ભલે તે દુનિયાના કોઈ પણ ખૂણે સંતાઈ હોય. જો રિયા ચક્રવર્તીને લાગતું હોય કે તે નિર્દોષ છે તો પછી તેણે ડરવાની કોઈ જરૂર નથી અને તેણે પોતાની જાતે પટના પીલીસ સામે રજૂઆત કરવી જોઈએ. જેથી સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસને આગળ વધારી શકાય.

DGPએ કહ્યું હતું કે, ‘રિયા ચક્રવર્તીએ સામે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે તપાસ એજન્સી જે પણ પૂછવા માંગે છે તે પૂછી લે. આ સંતાકુકડીની રમત સારી નથી. DGPએ આગળ કહ્યું કે, સુશાંત કેસને આગળ વધારવા માટે પટના પોલીસ મુંબઈ પોલીસ પાસે કેટલાક પ્રકારના કાગળો અને CCTV ફૂટેજની માંગણી કરી રહી છે જે તેમને અત્યાર સુધી મળ્યા નથી. જોકે ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે, મુંબઈ પોલીસે CCTV ફૂટેજ અને કાગળો આપવા પડશે. અમારી પાસે FSLનો રિપોર્ટ નથી, અમારી પાસે ઇન્કવેસ્ટ રિપોર્ટ નથી, અમારી પાસે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી અને અમારી પાસે CCTV ફૂટેજ પણ નથી. જે 40-50 લોકો સાથે મુંબઈ પોલીસે પૂછપરછ કરી છે તેમની જાણકારી અમારી પાસે નથી. અમે લોકો રિયા ચક્રવર્તીને કહી રહ્યા છીએ કે, તેણે સામે આવવું જોઈએ અને વાતો કહેવી જોઈએ. આખરે તે ભાગી કેમ રહી છે?

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત તેના હાઉસમાં 14 જૂને ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂત કેસમાં પહેલા બોલિવુડમાં થનારા નેપોટીઝ્મ અને ગ્રુપિઝ્મને જવાબદાર ગણાવવામાં આવતા હતા. જોકે સુશાંતના પિતા કે. કે. સિંહે એક્ટ્રેસ અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્વ બિહાર પોલીસમાં FIR દાખલ કરાવીને આખો કેસ પલટાવી નાંખ્યો. સુશાંતના પરિવારે રિયા પર મોટા આરોપ લગાવ્યા છે જેમાં, સુશાંતને આપઘાત કરવા પ્રેરિત કરવું પણ સામલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp