યૌન શોષણના આરોપમાં ફસાયા રાજકુમાર હિરાની, ફિલ્મ 'સંજૂ'ના શૂટિંગ સમયનો છે મામલો

PC: gqindia.com

ગયા વર્ષે #MeToo ના ઘણા મામલા સામે આવ્યા હતા જેમાં એમ.જે.અકબરથી લઇને આલોકનાથ જેવા લોકોના નામ સામે આવ્યા હતા. હવે ડાયરેક્ટર રાજકુમાર હિરાની પર એક મહિલાએ આ જ પ્રકારનો આરોપ લગાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાજકુમાર હિરાની પર 'સંજૂ' ફિલ્મમાં તેમની આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચૂકેલી મહિલાએ સેકસ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટનું કહેવું છે કે ફિલ્મ 'સંજૂ'ના પોસ્ટ પ્રોડક્શન દરમિયાન હિરાનીએ તેનું શોષણ કર્યું હતું. ત્યાં જ રાજકુમાર હિરાનીએ આ આરોપોને પાયાવિહોણા બતાવ્યા છે. રાજકુમાર હિરાનીનું કહેવું છે કે તે આ આરોપોને ફગાવે છે અને દરેક પ્રકારની તપાસ માટે તૈયાર છે. એક ઇન્ટરવ્યૂમાં પીડિતાએ કહ્યું કે તેણે હિરાનીની હરકતોને સહન કરવા અને સામાન્ય વ્યવહાર કરવા માટે ખૂબ કષ્ટ સહન કર્યો છે. તે એ કારણે બધુ સહન કરતી રહી કારણ કે તેના પિતા એક ગંભીર બીમારીથી પીડાતા હતા. પિતાની બીમારીના કારણે તેને નોકરીની ખૂબ જરૂરિયાત હતો.

પીડિતાએ જણાવ્યું કે તે નહીં ઇચ્છતી હતી કે તેની નોકરી છીનવી લેવામાં આવે અને તેના કામ પર સવાલ ઉઠાવવામાં આવે. પોતાની નોકરી બચાવવા માટે તે આ બધું સહન કરતી રહી. તેને ડર હતો કે જો તે વિરોધ કરતે અને પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ફિલ્મ છોડી દેતે તો હિરાની ઇન્ડસ્ટ્રીમાં તેને બદનામ કરી શકે તેમ હતા.

રિપોર્ટ્સ અનુસાર તેણે રાજુ હિરાનીની ફરિયાદ 'સંજૂ' ફિલ્મના કો-પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડાને કરી હતી. પીડિતાએ પોતાની સાથે થયેલા શોષણની બધી જાણકારી વિધુ વિનોદ ચોપરાને એક ઈમેલ મારફતે આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે આના કારણે જ રાજકુમાર હિરાની અને વિધુ વિનોદ ચોપડાની આવનાર ફિલ્મના નવા પોસ્ટરના ક્રેડિટમાંથી રાજકુમાર હિરાનીનું નામ હટાવી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો વિધુ વિનોદ ચોપડાએ પીડિતાને આશ્વાસન આપ્યું છે કે તેઓ સંપૂર્ણરીતે તેની સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp