‘ઝીરો’ ફ્લોપ થયા બાદ શાહરૂખ ડિપ્રેશ થઇ ગયો હતો, આવી થઇ હતી હાલત

PC: ibtimes.co.in

બોલિવુડ જ્યાં એક ઝાટકે કોઇને માથે ચઢાવીને સ્ટારડમ આપી દેતું હોય છે તો ક્યારેક ભલભલા સ્ટારના માથેથી સ્ટારડમનો ખિતાબ ઝૂંટવી પણ લેતું હોય છે. ઝીરોમાંથી હિરો અને હિરોમાંથી ઝીરો બોલિવુડમાં આ બધું ચાલતું રહે છે.

શાહરૂખ ખાનની છેલ્લી રીલિઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ જતાં શાહરૂખ ખાનને પણ એવો જ ડર સતાવી રહ્યો હતો કે હવે તેમને ફિલ્મોમાં કોઇ કામ નહીં આપે અને તેને લીધે શાહરુખ ખાન તણાવ અનુભવતો હતો.

ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ થતાં શાહરૂખને મોટો ધ્રાસ્કો લાગ્યો હતો. સ્થિતિ એ હદ સુધી ગઇ હતી કે શાહરૂખને એક ડર લાગવા લાગ્યો હતો કે કે બોલિવુડમાં હવે તેની સાથે કોઇ કામ નહીં કરે, પરંતુ ફિલ્મ ‘બદલા’ની સફળતા બાદ શાહરૂખ ધીરે ધીરે આ શોકમાંથી નીકળી રહ્યો છે. આ ફિલ્મમાં ભલે શાહરૂખ ખાન અભિનેતા તરીકે નથી પરંતુ આ ફિલ્મમાં તેમની કંપની મુખ્ય નિર્માતા છે. 24 કરોડમાં બનેલી આ ફિલ્મ હવે 48 કરોડ કમાઇ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp