ગદર-2 જોવામાં પિટાયા લોકો! સિનેમાઘરમાં આ કારણે થઇ બબાલ, જુઓ Video

PC: aajtak.in

સની દેઓલની ફિલ્મ ગદર-2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મને જોવા થિયેટરોમાં લોકોની ભીડ જામી છે. મોટાભાગના શો હાઉસફુલ જઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ ગદર-2નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પણ પાછલા દિવસોમાં અહીં ફિલ્મ જોતા સમયે થિયેટરમાં હંગામો થઇ ગયો.

હંગામાની શરૂઆત થિયેટરમાં એસી ખરાબ થવાની ફરિયાદથી થઇ. ગદર-2 જોવા આવેલા દર્શકોને ગરમીની વચ્ચે થિયેટરમાં એસી ખરાબ હોવાની ફરિયાદ કરી. ફરિયાદ કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં તો દર્શકોએ હંગામો શરૂ કરી દીધો. જેને લઇ બાઉંસરો સાથે વિવાદ શરૂ થઇ ગયો. જોત જોતામાં વિવાદ મારપીટમાં ફેરવાયો. આરોપ છે કે બાઉંસરોએ ઘણા પ્રેક્ષકોની સાથે મારામારી કરી અને તેમને ઈજા પહોંચાડી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સાઉથ એક્સ મોલના PVRમાં એસી ફેલ થવા પર ગદર-2 જોવા ગયેલા દર્શકોએ ટિકિટના પૈસા પાછા માગ્યા. ત્યાર પછી મેનેજર સાથે તેમની બાબલ થઇ. આખરે વાત મારામારી પર ઉતરી આવી. અપશબ્દો અને મારપીટની સૂચના મળવા પર પોલીસ ત્યાં પહોંચી. પણ પોલીસની સામે પણ મારપીટ થતી રહી.

આરોપ છે કે મોલમાં તૈનાત બાઉંસરોએ પ્રેક્ષકોને ઢોરમાર માર્યો. ઘણાં લોકોને ઈજા પહોંચી. પોલીસના આવવા પર બાઉંસરો ત્યાંથી ભાગી ગયા. ત્યાર પછી લોકોએ ખૂબ હંગામો કર્યો અને નારાબાજી કરી. વાયરલ થઇ રહેલા વીડિયોમાં બાઉંસર એક વ્યક્તિને મારી રહ્યો છે.

પીડિત દર્શકે બાઉંસરો પર કાર્યવાહીની માગ કરતા કહ્યું કે, એસી ન ચાલવાની ફરિયાદ કર્યા પછી થિયેટરના લોકોએ ઘણાંને રિફંડ આપ્યું અને પછી ધક્કો મારી બહાર કાઢી નાખ્યા. પોલીસનું આ મામલે કહેવું છે કે મોડી રાતે દર્શકો તરફથી મળેલી ફરિયાદના આધારે સાઉથ એક્સ મોલના સ્ટાફ પર કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp