26th January selfie contest

'બ્રહ્માસ્ત્ર' ભાગ 2માં કોણ બનશે દેવ? રણવીર સિંહ અને રિતિક રોશનના નામની ચર્ચા

PC: indiatoday.in

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આજે રીલિઝ થઈ હતી. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મનો પહેલો ભાગ શિવ, તેમની દુનિયા અને તેમની સંવેદનશીલતા વિશે બતાવવામાં આવ્યું છે. ફિલ્મ વિશે મોટાભાગે પોઝિટિવ રિવ્યૂ મળી રહ્યા છે. દર્શકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.

ફિલ્મ મેકર્સે 'બ્રહ્માસ્ત્ર'ના આગામી પાર્ટની જાહેરાત કરી છે, જેને લઈ દર્શકોની રુચિ વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતાઓએ ફિલ્મના અંતમાં એક નવા પાત્રની ઝલક બતાવી છે અને બીજી ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે. બીજી ફિલ્મનું નામ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ' છે.

ફિલ્મના અંતમાં દેવના પાત્રની ઝલક જોવા મળી છે. એવી અફવા છે કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે રણવીર સિંહ અથવા રિતિક રોશનનો સંપર્ક કરવામાં આવ્યો છે. પ્રથમ ફિલ્મ દેવના પાત્રને સ્થાપિત કરે છે, જે મહાશક્તિઓ સાથેના અન્ય પાત્ર વિશે છે. તે પણ સૌથી મોટી શક્તિ બનવા માટે 'બ્રહ્માસ્ત્ર' ને ધારણ કરવા માંગે છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત, 'બ્રહ્માસ્ત્ર ભાગ 1: શિવ'માં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોયને એક ઘાતક વિલન તરીકે બતાવવામાં આવી છે, જે 'બ્રહ્માસ્ત્ર' હાંસલ કરવા માટે રણબીર કપૂર, નાગાર્જુન અને અમિતાભ બચ્ચન સાથે લડાઈ કરે છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો પણ કેમિયો છે.

રણબીર કપૂરની 'બ્રહ્માસ્ત્ર' આજે વિશ્વભરમાં લગભગ 9 હજાર સ્ક્રીન્સ પર બતાવવામાં આવી છે. આ ફિલ્મ તેની રસપ્રદ સ્ટોરી, સ્ટારકાસ્ટને કારણે ચર્ચામાં રહી છે. હિન્દી સિવાય આ ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રીલિઝ થઈ છે. આ ફિલ્મ બનાવવામાં વર્ષોની મહેનત અને પૈસા ખર્ચાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp