‘બ્રહ્માસ્ત્ર’ને નેશનલ સિનેમા ડે પર સૌથી વધુ લાભ, વેચાઈ 11 લાખથી વધુ ટિકિટ

PC: pinkvilla.com

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ થિયેટર્સમાં જેવી રીતે કમાણી કરી રહી છે, તેની આશા કોઈને પણ ન હતી. વીકેન્ડ પર કમાણીનો રેકોર્ડ બનાવનાર ફિલ્મ અઠવાડિયાના નોર્મલ દિવસોમાં ખૂબ જ ધીમે પડી અને ગત સોમવારથી પહેલીવાર આનું બોક્સ ઓફિસ કલેક્શન 5 કરોડના આંકડાથી નીચે આવ્યું.

સોમવારથી ગુરુવાર સુધી ‘બ્રહ્માસ્ત્ર’ની કમાણી ઓછી થતી રહી અને ગુરુવારે ફિલ્મે અંદાજે 3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, આની સાથે જ ફિલ્મનું ટોટલ બોક્સ ઓફિસ કલેક્શન 230 કરોડના આંકડાને પાર કરી ગયું છે. શુક્રવારે ‘બ્રહ્માસ્ત્ર’ બોક્સ ઓફિસ પર મોટી રમત કરવાની છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા 23 સપ્ટેમ્બરે ‘નેશનલ સિનેમા ડે’ની ઉજવણી કરી રહી છે અને એટલે જ, આજે દેશભરના 4,000 થી વધુ મલ્ટીપ્લેક્સ સ્ક્રીન્સ પર ટિકિટની કિંમત માત્ર 75 રૂપિયા રાખવામાં આવી છે.

આ ‘નેશનલ સિનેમા ડે’ નો હેતુ સિનેમાને સેલિબ્રેટ કરવાનો અને તે પ્રેક્ષકોને પણ થિયેટર્સ સુધી લાવવાનો છે, જે કોવિડ-19 મહામારી બાદથી અત્યાર સુધી થિયેટર્સમાં પાછા આવ્યા નથી. 75 રૂપિયાની ટિકિટમાં ફિલ્મ જોવાની ઓફરની એટલી પ્રભાવી અસર થઇ કે, ગુરુવાર બપોર સુધી જ બધા થિયેટર્સ એડવાન્સ બુકિંગથી ભરવા લાગ્યા અને આ જોરદાર એડવાન્સ બુકિંગનો સૌથી વધુ લાભ ‘બ્રહ્માસ્ત્ર’ને થતો જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી સૌથી વધુ ટિકિટ બુકિંગ

9 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ માટે સૌથી વધુ ટિકિટ શુક્રવારે, 23 સપ્ટેમ્બરે બુક થઈ છે. અયાન મુખર્જીની ફિલ્મને મળેલી એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો, ‘બ્રહ્માસ્ત્ર’ માટે થિયેટર્સમાં સૌથી વધુ બુકિંગ, ફિલ્મના પહેલા રવિવારે એટલે કે, 11 સપ્ટેમ્બરે થઇ હતી. આ દિવસે ‘બ્રહ્માસ્ત્ર’ માટે એડવાન્સમાં જ 7 લાખથી વધુ ટિકિટ બુક થઈ હતી અને ઓનલાઈન એડવાન્સથી ફિલ્મનું ગ્રોસ કલેક્શન 22 કરોડ રૂપિયાથી વધી ગયું હતું.

પણ હવે નેશનલ સિનેમા ડે પર ‘બ્રહ્માસ્ત્ર’ની બંપર એડવાન્સ બુકિંગ થઇ છે. રિપોર્ટ્સ બતાવી રહી છે કે, માત્ર નેશનલ મલ્ટીપ્લેક્સ ચેન્સમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ના 6 લાખથી વધુ ટિકિટ એડવાન્સ બુક થઇ ચૂકી છે. શુક્રવારે ફિલ્મ માટે એડવાન્સ બુકિંગમાં જ કુલ 11 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે. 15મા દિવસે, શુક્રવારે એડવાન્સ બુકિંગથી જ ‘બ્રહ્માસ્ત્ર’નું ગ્રોસ કલેક્શન 10 કરોડથી વધુ થઇ ગયું છે.

‘ચુપ’ પણ કરી રહી છે શોર

થિયેટર્સમાં ત્રણ અઠવાડિયા પૂરા કરી ચૂકેલી ‘બ્રહ્માસ્ત્ર’ની સામે શુક્રવારે અનેક નવી ફિલ્મો રીલિઝ થઇ રહી છે, આમાં સની દેઓલ, દુલકર સલમાનની ‘ચુપ’ અને ખુશાલી કુમાર, અપારશક્તિ ખુરાના, આર.માધવનની ‘ધોખા’ મુખ્ય છે. નેશનલ સિનેમા ડેની સ્પેશિયલ ઓફરથી ડિરેક્ટર આર બાલ્કીની ‘ચુપ’ને સારી શરૂઆત મળવાના ચાન્સ છે.

ફિલ્મ માટે 2 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં બુક થઇ ચૂકી છે અને એડવાન્સ બુકિંગથી આનું ગ્રોસ કલેક્શન 2 કરોડથી વધુ છે. ‘ચુપ’ને ખૂબ જ લિમિટેડ સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવ્યું છે અને હાલમાં ઇન્ડિયામાં આની સ્ક્રીન કાઉન્ટ 800 થી વધુ છે. તેવી સ્થિતિમાં જનતા તરફથી મળી રહેલો રિસ્પોન્સ બતાવે છે કે, જનતાનો ઈન્ટરેસ્ટ તો ‘ચુપ’માં છે.

‘ધોખા’ અને 'અવતાર'

દુનિયાભરમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવનાર ‘અવતાર’(2009) ને મેકર્સે એક નવા વર્જનની સાથે એક વાર ફરીથી રીલિઝ કરી છે. આનો હેતુ ફિલ્મના આગામી સિકવલ માટે માહોલ બનાવવાનો પણ છે. ઇન્ડિયામાં નેશનલ સિનેમા ડેના દિવસે ‘અવતાર’ની એડવાન્સ બુકિંગથી ગ્રોસ કલેક્શન 1 કરોડથી વધુ છે, જ્યારે શુક્રવારની નવી રીલિઝ ‘ધોખા’ માટે 80 લાખની જ એડવાન્સ બુકિંગ છે.

પહેલા વીકેન્ડમાં જોરદાર શરૂઆત કરતી ‘બ્રહ્માસ્ત્ર’ અઠવાડીયાની વચ્ચે જેવી રીતે ધીમે પડી જાય છે, તેનાથી લોકોએ અંદાજો લગાવ્યો કે, આ 250 કરોડના આંકડાને પાર નહી કરી શકશે, પણ શુક્રવારે ‘બ્રહ્માસ્ત્ર’નું કલેક્શન 15 કરોડના નજીક રહી શકે છે, જેને ગણીને ફિલ્મનું ટોટલ ઇન્ડિયા કલેક્શન 245 કરોડ સુધી પહોંચી જશે. તેવી સ્થિતિમાં માનવામાં આવી શકે છે કે, અત્યાર સુધી 230 કરોડની કમાણી કરી ચૂકેલી ‘બ્રહ્માસ્ત્ર’ આ વીકેન્ડ પર 250 કરોડનો આંકડો આરામથી પાર કરી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp