કેંસરગ્રસ્ત બાળકોએ ‘તાનાજી’નો સ્પેશ્યિલ શો જોવાની પાડી ના, જુઓ કાજોલનું રિએક્શન

PC: latestly.com

બોલિવુડ અભિનેતા અજય દેવગણ અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ને દર્શકો તરફથી ખૂબ જ સારે રિસપોન્સ મળ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે ઘણી સારી કમાણી કરી છે. તો એવામાં ફિલ્મથી જોડાયેલી એક ખબર સામે આવી છે. હાલમાં જ ફિલ્મની અભિનેત્રી કાજોલે એક ટ્વીટ કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વાત એ છે કે, ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’નો સ્પેશ્યિલ શો જોવા માટે કેંસર પીડિત 45 બાળકો હિંદમાતા સિનેમા પહોંચ્યા હતા. જોકે, બાળકોએ ફિલ્મનો સ્પેશ્યિલ શો જોવાની ના પાડી દીધી. જેની પાછળનું કારણ રસપ્રદ છે. એટલું જ નહિ શોમાં મોજૂદ લોકો બાળકો માટે પોતાની સીટ પણ ખાલી કરી દીધી.

કેંસરથી લડી રહેલા બાળકો ફિલ્મનો સ્પેશ્યિલ શો નહિ બલ્કે સામાન્ય નાગરિકોની જેમ નોરમલ શો જોવા માગતા હતા. થિયેટરમાં મોજૂદ લોકોએ તેમનો સાથ આપ્યો. બાળકો અને દર્શકોના આ પગલાને અભિનેત્રી કાજોલે પ્રશંસા કરી છે. તેણે ટ્વીટ કરતા લખ્યું, આ માણસાઈ છે, અમારે પણ આ રીતનું કામ કરવાનું છે અને તેને આગળ વધારવાનું છે.

તો બીજી તરફ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ બોક્સ ઓફિસ પર ખાસ્સી કમાણી કરી રહી છે. ફિલ્મે 5 દિવસમાં 90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ જશે. તેની સાથે જ 2020ની ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ 100 કરોડનો વકરો કરનાર પહેલી ફિલ્મ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp