
બોલિવુડ ફિલ્મ ‘સડક 2’ અને ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ક્રિસન પરેરા દુબઈની શારજહા જેલમાં હતી. તેને ડ્રગ્સ કેસમાં જેલમાં પૂરવામાં આવી હતી. એક્ટ્રેસ કહે છે કે, તેને આ કેસમાં ફસાવવામાં આવી છે. હવે તે શારજહા જેલમાંથી બહાર આવી ચુકી છે. તેણે ત્યાં 26 દિવસ વીતાવ્યા, જે ખૂબ જ દર્દનાક રહ્યા છે. એવામાં તેનો એક લેટર વાયરલ થઈ રહ્યો છે, જેમા તેણે ત્યાંના ખરાબ દિવસો વિશે લખ્યું છે. તેણે સર્ફથી વાળ ધોવા પડ્યા અને ત્યાં સુધી કે કોફી માટે ટોયલેટના પાણીનો ઉપયોગ કરવો પડ્યો.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ક્રિસન પરેરાએ લેટરમાં લખ્યું, મને જેલમાં પેન અને પેપર મળવામાં 3 અઠવાડિયા અને 5 દિવસ લાગી ગયા. મેં અહીં મારા વાળ સર્ફથી ધોયા અને ટોયલેટના પાણીથી કોફી બનાવી. મેં બોલિવુડ મુવીઝ જોઈ. ઘણીવાર મારી આંખોમાં આંસૂ આવ્યા. મેં ઘણીવાર આપણા કલ્ચર, આપણી ફિલ્મો અને ટીવી પર પરિવારના ચહેરા જોઈ સ્માઇલ કરી. મને મારા ભારતીય હોવા પર ગર્વ છે કે હું ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવુ છું.
ક્રિસને લેટરમાં આગળ લખ્યું, તમે અસલી યોદ્ધા છો જ્યારે હું આ મેનસ્ટર્સ દ્વારા રમવામાં આવી રહેલી ગંદી રમતમાં માત્ર એક મોહરો છું. હું હંમેશાં તમારા બધાની આભારી રહીશ, જેમણે મારા માટે ટ્વિટ કર્યા અને મારી સ્ટોરીને શેર કરી અને આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપનારા અસલી અપરાધિઓની ધરપકડ કરવા માટે ટ્વિટ કર્યું. આપણે ગ્રેટ શક્તિશાળી રાષ્ટ્રમાં રહીએ છીએ અને હું ઘરે પાછી આવવા માટે હવે વધુ રાહ નથી જોઈ શકતી. એક્ટ્રેસે અંતમાં ફેન્સનો આભાર વ્યક્ત કરતા લખ્યું, મારું અને અન્ય નિર્દોષ લોકોનું જીવન બચાવવા બદલ તમારા બધાનો આભાર.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ ક્રિસન પરેરાને બોરીવલીના બેકરી ઓનર એન્થની પોલે ડ્રગ્સ કેસમાં ફ્રેમ કરી હતી. તેને 1 એપ્રિલે દુબઈની જેલમાં બંધ કરવામાં આવી હતી. પોલે જ ક્રિસનને ફસાવવા માટે પોતાના ફ્રેન્ડ રાજેશને ટેલેન્ટ કન્સલ્ટન્ટ બનાવીને મુલાકાત કરાવી હતી. રાજેશે તેને શારજહામાં થનારા ઓડિશન વિશે જણાવ્યું અને તેને ઓડિશન આપવા માટે મનાવી. એન્થનીએ જ એક્ટ્રેસની ટિકિટ પણ બુક કરાવી હતી. તેને એક ટ્રોફી પણ આપવામાં આવી હતી, જેમા ડ્રગ્સ હતું. તે જેવી એરપોર્ટ પર પહોંચી તો તેને આ ષડયંત્ર વિશે જાણકારી મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp