'સુપર 30' મૂવિ જોઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહી દીધી આ વાત

PC: twitter.com/vijayrupanibjp

આજે ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપીક સુપર 30 ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં ઋતિક રોશનનું પર્ફોર્મન્સ ખૂબ જ શાનદાર છે. સાથે સાથે અભિનેત્રી મૃણાલ ઠાકરન પાત્ર ખૂબ જ મીઠાશ ભર્યું ફિલ્મમાં જોવા મળે છે. આ ઉપરાંત અમિત સાધ, વીરેન્દ્ર સક્સેના તથા નંદીશ સિંહ ખૂબ જ મહત્ત્વના રોલમાં જોવા મળે છે.

આ ફિલ્મ જોઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘સુપર 30’ એ એક એવી ફિલ્મ છે, જે વાસ્તવિકતા સાથે જીવનનાં સંઘર્ષની રજૂઆત કરે છે. @Techacheranand સરળ શિક્ષક પ્રેરણાદાયક અને જરૂરિયાતમંદ માટે એક આશાનું કિરણ બનીને એક પ્રતીક રૂપે ઉભરી આવે છે. ઋતિક રોશને પણ આનંદના પડકાર રૂપ પાત્રની પ્રશંસાપાત્ર ભૂમિકા ભજવી છે. શુભેચ્છાઓ.

/p>

સુપર 30 ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ આનંદ કુમાર નામના ભારતીય ગણિતશાસ્ત્રી પર આધારિત છે. જેમને 30 બાળકોને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુધી પહોંચાડવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ફિલ્મમાં આનંદ કુમારને તેની આવડત ઉપર વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનીવર્સીટીમાં એડમીશન મળે છે. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ ત્યાં અભ્યાસ કરવા માટે જઈ શકતા નથી અને ત્યાથી તેમનો ખરો સંઘર્ષ શરૂ થાય છે. ત્યારબાદ સુપર 30 વિદ્યાર્થીઓને હાંસિયામાં ધકેલાય છે કે, તેમને IIT સુધી પહોંચાડવા માટે સંઘર્ષ શરૂ થાય છે.

આ ફિલ્મમાં શિક્ષણ મેળવવા માટે અમીરી અને ગરીબીની એક પાતળી પણ જાડી માનસિકતા ધરાવતી એક ભેદરેખા છે. આ ઉપરાંત આનંદ કુમાર કેવીરીતે રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સની શરૂઆત કરે છે. સ્કૂલ શરૂ કરીને 'રાજા કા બેટા રાજા નહિ બનેગા જો હકદાર હોગા વહી રાજા બનેગા' નો ધ્યેય શાબિત કરીને બતાવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp