પ્રિયાના વીડિયો પર ભાજપના મંત્રીએ આપ્યું મોટું નિવેદન, PMને પણ લખી ચિઠ્ઠી

PC: facebook.com/priyawarrieractress

રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ વારિયાર પર વધુ એક મુસીબત આવવાની શક્યતા છે. મધ્ય પ્રદેશમાં BJPના એક સ્થાનિક નેતા સંજીવ મિશ્રાએ પ્રિયા સામે મોરચો ખોલ્યો છે. સંજીવે પ્રિયાના વીડિયો પર પ્રતિબંધ મૂકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે.

સાથે જ ફેસબૂક પર એક પોસ્ટમાં તેમણે વીડિયોના જ એક પ્રિયાના ફોટો સાથે લખ્યું હતું કે, જે દેશમાં ફક્ત એક છોકરીના આંખ મારવાથી 24 કલાકની અંદર 7 લાખ ફોલોઅર્સ થઈ જાય, તે દેશના યુવાનો પકોડા વેચવા લાયક છે. સંજીવે ચિઠ્ઠીમાં લખ્યું હતું, બોર્ડની પરીક્ષા આવવાની છે, ત્યારે વિદ્યાર્થીઓનું ધ્યાન આ વીડિયોને કારણે ભટકી રહ્યું છે. તેના પર તત્કાલ પ્રભાવથી રોક લગાવવી જોઈએ.

जिस देश मे केवल लड़की के आंख मारने से 24 घण्टे के भीतर 7 लाख फॉलोवर्स हो जाये उस देश का युवा पकोड़े बेचने के ही लायक है।

Posted by Sanjeev Mishra on Wednesday, February 14, 2018

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp