હવે ટીકાથી કોઇ ફર્ક નથી પડતો, જે લખવું હોય એ લખો: કેટરીના કૈફ

PC: evbid.com

અભિનેત્રી કેટરીના કૈફે બોલીવુડમાં 15 વર્ષ પૂરા કરી લીધા છે, પરંતુ અભિનયની વાત કરીએ તો આજે પણ કેટરીનાની ઘણી ટીકા થાય છે. આ દીવસોમાં પોતાની ફિલ્મ ' જીરો'ના પ્રમોશનમાં લાગેલી કેટરીના કૈફએ જણાવ્યુ કે તેને બોલીવુડમાં કામ કરતા હવે ઘણો સમય થઇ ગયો છે, કદાચ એટલા માટે હવે કોઇ પણ જાતની ટીકાથી કોઇ ફર્ક પડતો નથી. કેટરીના જણાવે છે કે શરુઆતમાં કોઇપણ રીતની ટીકાથી કરિયરને પૂરુ થવાની બીક લાગતી હતી, પરંતુ હવે એવુ નથી. કેટરીના કહે છે કે, 'આમ તો દરેક આર્ટિસ્ટની ટીકા થતી હોય છે, પરંતુ મને આ ટીકાઓથી કઇ જ ફર્ક નથી પડતો. સૌથી જરુરી વાત એ છે કે બધાની સાથે ઘણુ સારુ છે, એટલા માટે મીડિયામાં થવા વાળી કામની ટીકાથી પણ હવે ડર નથી લાગતો. હવે એટલા વર્ષો નીકાળી ચૂકી છુ કે ઇન્ડસ્ટ્રીઝમા જેને જે બોલવુ હોય એ બોલે, હવે શુ.?'

કેટરીના આગળ જણાવે છે કે,' તમે વિચારો કેટલુ સારુ લાગશે, જ્યારે તમે સવારે ઉઠતા જ કોફી પીતા હોવ અને ન્યૂઝ પેપર વાંચતા હોવ અને દેખાય કે આજ તમારા વિશે સારુ લખવામાં આવ્યુ છે. ક્યારે ક્યારે જે ફિલ્મ સમીક્ષક હોય છે, તે સારુ નથી લખતા કે સારુ નહોતુ તે ઘણુ બધુ લખે છે.' છેલ્લી રિલીઝ ફિલ્મની ટીકા પર કેટરીના એ કહ્યુ, 'આમ તો જે પણ લખવામાં આવે છે, તે બધુ હું સમજુ છુ. એ પણ સારી રીતે જાણુ છુ કે આ બધી ટીકા કેમ થઇ રહી છે. ફિલ્મ ઠગ્સ ઓફ હિંન્દુસ્તાન બાદ તો ઘણા લોકોએ લખ્યુ કે સુરૈયા જેવુ કિરદાર, જેમાં કઇ કરવાનુ ન હતુ, કેમ કરી લીધુ. દર્શકોની આશા વધારે હતી, ફિલ્મનો કિરદાર નાનો હતો. એવી તમામ વાતો થાય છે. ઠગ્સમાં કામ કરવાનુ મારુ એક જ કારણ હતુ, મારા દિમાગમાં કંઇક અલગ જ ચાલી રહ્યુ હતુ, મારો ખાસ સંબંધ પણ છે ફિલ્મની ટીમ સાથે. ટીમે વિચાર્યુ કે, કદાચ આ ફિલ્મની સિક્વલ બની જશે.'

પોતાની વાત સમાપ્ત કરતા કેટરીના કૈફૈ કહ્યુ કે,' એક એક્ટરને એક સારો નિર્દેશક જોઇએ છે, નહી તો એક્ટર ડાર્કમાં ચાલ્યો જાય છે, તેને ખબર જ નથી પડતી કે તે ક્યા જઇ રહ્યો છે, નિર્દેશક જ એવો વ્યક્તિ છે જે એક્ટર્સને સારો અને સાચો રસ્તો બતાવી શકે છે. જે રીતે મારો કિરદાર ઉભરીને સામે આવ્યો, મને લાગે છે અને આશા પણ છે કે આ વખતે મારા વિશે સારુ લખવામાં આવે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp