અજય, તબ્બૂ, રકુલની કોમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ જોવા જતા પહેલા વાંચી લો રિવ્યૂ

PC: gulfnews.com

દેશમાં ચૂંટણીનો શોર અને થિયેટરમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’નું જોર લગભગ હવે પૂર્ણ થવા આવ્યું છે. દરમિયાન બોક્સ ઓફિસ પર વધુ એક બોલિવુડ મસાલા ફિલ્મ ‘દે દે પ્યાર દે’ રીલિઝ થઈ છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મના ટ્રેલરના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તે ખૂબ જ સિમ્પલ છે. જેની શરૂઆત લંડનથી થાય છે. એક 50 વર્ષીય બિઝનેસમેન આશીષ (અજય દેવગન) છે, જે પરિવારથી અલગ રહે છે. આશીષને 26 વર્ષીય યુવતી આયશા (રકુલ પ્રીત સિંહ) સાથે પ્રેમ થઈ જાય છે. આશીષ આયશાને પોતાના પરિવારને મળવા ઈન્ડિયા લઈ જાય છે. ત્યાં પોતાની પત્ની મંજુ (તબ્બૂ), માતા-પિતા અને દીકરા-દીકરી સાથે મુલાકાત કરાવે છે. જ્યાં મંજુ અને આયશા વચ્ચે કોઈક બાબતે ખટપટ થાય છે, તો બીજી બાજુ આશીષ અને તેની દીકરી વચ્ચે અણબનાવ સર્જાય છે અને પછી શરૂ થાય છે રોલર કોસ્ટર રાઈડ. હવે આગળ શું થયું તે જોવા માટે તમારે ફિલ્મ જોવા થિયેટરમાં જવું પડશે.

ફિલ્મમાં અજય અને તબ્બૂની એક્ટિંગ વિશે તો શું કહેવું, પરંતુ ફિલ્મના પહેલા હાફમાં રકુલ તમને ચોંકાવી શકે છે. કારણ કે તેની કોમિક ટાઈમિંગ અને ડાયલોગ ડિલીવરી તમને વાહ બોલવા પર મજબૂર કરી દેશે. આ ઉપરાંત, ફિલ્મમાં કોમેડીનો તડકો તો છે જે. સાથે જ ફિલ્મની વાર્તા તમને મોર્ડન ટાઈમ સાથે જોડશે. ખાસ કરીને યુવાનોને. તબ્બૂ ફિલ્મને બાંધીને રાખી શકે છે. બીજો હાફ સંપૂર્ણરીતે તેના પર જ નિર્ભર છે. હાં, કોઈક કોઈક જગ્યાએ અજય ચોક્કપણે મિસિંગ લાગશે. કારણ કે, ફિલ્મમાં તેની પાસે સારા પંચ નથી અને તે આખી ફિલ્મમાં કન્ફ્યુઝ જ દેખાશે. ઓવરઓલ ફિલ્મ એકવાર થિયેટરમાં ચોક્કસ જોવાલાયક છે.

ફિલ્મને મળેલા વિવિધ સ્ટાર્સ

આજતકઃ 3.5 સ્ટાર્સ

તરણ આદર્શઃ 4 સ્ટાર્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 3.5 સ્ટાર્સ

નવભારત ટાઈમ્સઃ 3.5 સ્ટાર્સ

ઈન્ડિયા ટુડેઃ 2 સ્ટાર્સ

ટાઈમ્સ નાઉ ન્યુઝઃ 3 સ્ટાર્સ

ઈન્ડિયા ટીવી ન્યુઝઃ 2.5 સ્ટાર્સ

ફિલ્મઃ દે દે પ્યાર દે

ડિરેક્ટરઃ અકિવ અલી

સ્ટાર કાસ્ટઃ અજય દેવગન, તબ્બૂ, રકુલ પ્રીત સિંહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp