પ્રિયંકાને પછાડી દીપિકા બની એશિયાની સેક્સીએસ્ટ વુમન, જુઓ ટોપ-10 યાદી

PC: bollyone.com

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે 50 સેક્સીએસ્ટ એશિયન વુમનની લિસ્ટમાં પહેલુ સ્થાન મેળવ્યુ છે. જ્યારે, પ્રિયંકા ચોપરા બીજા નંબર પર છે. લગ્ન બાદ આ બંને એક્ટ્રેસ પોતાનો જલવો બતાવી રહી છે. યુકેની એક ચર્ચિત મેગેઝીને બુધવારે આ લિસ્ટ જાહેર કર્યુ હતુ. એવોર્ડ વિનર એક્ટ્રેસ દીપિકા પાદુકોણે બોક્સ ઓફિસ પર 'પદ્માવત' અને 'બાજીરાવ મસ્તાની' જેવી હિટ ફિલ્મો આપી છે.

દીપિકાને 50 સેક્સીએસ્ટ એશિયમ વુમન કોમ્પિટિશનમાં આખા એશિયાની સુંદર મહિલાઓને પાછળ છોડી દીધી છે. યુકે બેઝ્ડ ઈસ્ટર્ન આઈ વીકલીએ પોતાના વાર્ષિક લિસ્ટમાં 32 વર્ષીય એક્ટ્રેસના આ ડ્રીમ યરમાં એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર કહેર મચાવ્યો હતો તેને ખાસ હાઈલાઈટ કર્યા છે.

50 સેક્સિએસ્ટ એશિયન વુમન લિસ્ટ સોશિયલ મીડિયામાં સીરિઝ અને સંબંધિત પોલ ઔપચારિકરીતે આવતા શુક્રવારે જાહેર કરવામાં આવશે.

ગત વર્ષે ટોપ પર રહેલી પ્રિયંકા ચોપરા આ વર્ષે બીજા સ્થાન પર છે. તે એકરીતે ભારત માટે એક ગ્લોબલ એમ્બેસેડર બની ગઈ છે. ગત અઠવાડિયે પ્રિયંકાએ USના નિક જોનાસ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા છે.

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા 50 સેક્સીએસ્ટ એશિયન વુમનના લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. સેક્સીએસ્ટ ટીવી સ્ટાર નિયા સતત ત્રીજા વર્ષે પણ આ લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. માહિરાને સેક્સીએસ્ટ પાકિસ્તાનીનુ ટાઈટલ મળ્યુ છે. તેની ખાસ વાત એ છે કે, આ વર્ષે તે ગર્લ પાવરની પ્રતીક બની ગઈ છે અને ચેરિટી માટે પૈસા એકત્ર કરવા માટે તે ખૂબ જ ચર્ચામાં છે.

2018ની લિસ્ટમાં ટોપ- 10માં શિવાંગી જોશી 5માં નંબર પર, આલિયા ભટ્ટ 6 નંબર પર, સોનમ કપૂર 7માં, હિના ખાન 8માં, કેટરિના કેફ 9માં અને નીતિ ટેલર 10માં સ્થાન પર છે.

આ લિસ્ટમાં ન્યુકમર્સમાં અશી સિંહ 18માં નંબર પર અને લિસ્ટમાં સૌથી નાની ઉંમરની ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી 5માં નંબર પર છે. એડિટર ચોઈસ લિસ્ટમાં સૌથી મોટી ઉંમરની 51 વર્ષીય એક્ટ્રેસ માધુરી દીક્ષિત 45માં નંબર પર છે અન્યમાં હેલી શાહ 11માં, દ્રષ્ટિ ધામી 12માં, જેનિફર વિંગેટ 13માં, એકા ફર્નાન્ડીસ 15માં, સુરભી ચંદના 16માં, ગૌહર ખાન 17માં, અનુષ્કા શેટ્ટી 22માં, અર્મીના રાના ખાન 24માં, ઐશ્વર્યા રાય બચ્ચન 30માં, આથિયા શેટ્ટી 31માં, જમીલા જામિલ 34માં, જાસ્મીન વાલિયા 38માં, મેહવિશ હયાત 40માં, ઈકરા અઝીઝ 46માં અને જેકલીન ફર્નાન્ડીસ 47માં નંબર પર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp