Photos: જાતે કાર ડ્રાઈવ કરીને એરપોર્ટ પહોંચ્યો રણવીર, દીપિકા સાથે ઈટલી જવા રવાના

PC: timesofindia.indiatimes.com

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શુક્રવારે રાત્રે ઈટલી જવા માટે રવાના થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, આ જોડી પોતાના લગ્નના રીતિ-રિવાજો માટે ઈટલી રવાના થયુ છે. કાલે રાત્રે બંને મુંબઈ એરપોર્ટ પર વ્હાઈટ કપડાંમાં દેખાયા હતા. દીપિકા અને રણવીર બંનેએ સફેદ રંગના આઉટફિટ પહેર્યા હતા. તેમજ રણવીર પોતે ગાડી ડ્રાઈવ કરીને એરપોર્ટ પહોંચ્યો હતો.

તે બંને જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ત્યાં ફોટોગ્રાફર્સ અને ફેન્સની ભારે ભીડ હતી. જોકે, રણવીરે મીડિયા સાથે ખાસ વાતચીત નહોતી કરી.

દીપિકા પાદુકોણ પણ વ્હાઈટ કલરનાં ડ્રેસમાં મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. બંનેના ફોટઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, આ જોડી 14 અને 15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. મળતી માહિતી અનુસાર, તે બંને ઈટલીના લેક કોમોમાં લગ્ન કરશે.

લગ્ન બાદ તે બંને મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શન રાખશે, જેમાં બોલિવુડ સ્ટાર્સ અને તમામ અન્ય સેલેબ્સ હાજરી આપશે.

મળતી માહિતી અનુસાર, તેમના લગ્નમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા લોકો જ હાજરી આપશે. રિસેપ્શનમાં તમામ બોલિવુડ સ્ટાર્સ હાજર રહેશે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp