ધર્મેન્દ્રએ શરૂ કરી જૈવિક ખેતી, જાણો આ ખેતીના વિશેષ ફાયદા

PC: bhaskar.com

બોલિવૂડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર આજે પોતાનો 83મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. હાલમાં જ તેઓએ ઇન્ટાગ્રામ પર પોતાના ફાર્મહાઉસનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શન લખ્યું. ગો ઓર્ગેનિક ગો ઓર્ગેનિક. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે તે પોતાના ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરે છે. સાથે જ તેમણે કહ્યું કે ઓર્ગેનિક શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે શુદ્ધ હોય છે.

ઉલ્લેખનીય છે કે સરકાર પણ સતત ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે. એવામાં જણાવી રહ્યાં છે કે ઓર્ગેનિક ખેતી કેવી હોય છે અને તેનો શું ફાયદો હોય છે. અભિનેતા ધર્મેન્દ્રની જેમ જ તમે પણ ઓર્ગેનિક ખેતી શુરૂ કરી શકો છો. જેમાં ખર્ચ ઓછો થાય છે તેમજ જેથી ઉત્પન્ન થઇ રહેલી પ્રોડક્ટસ અત્યંત ફાયદાકારી હોય છે.

કેવી હોય છે ઓર્ગેનિક ફર્મિંગ

ઓર્ગેનિક ફર્મિંગ (જૈવિક ખેતી)માં પેસ્ટીસાઇડ્સ (જંતુનાશક),ફર્ટિલાઇજર,એન્ટીબાયોટિક્સ સહિતનો ઉપયોગ બિન-વપરાશ તરીકે કરી શકાય છે. ઓર્ગેનિક ફર્મિંગ કેમિકલ ફર્મિંગની અપેક્ષા સસ્તી અને ટકાઉ રહે છે.

જેના કારણે માટીની ગુણવતા ઓછી નથી થતી પરંતુ વધે છે. છાણ, છોડ અને કચરા વગેરેથી તૈયાર થયેલ ખાતર જમીનને આપવું જોઇએ. આ કારણ છોડને ભરપૂર પ્રમાણમાં બિન કેમિકલ વાળા પોષક તત્વ મળે છે. જૈવિક ખેતી કેમિકલ્સથી સંપૂર્ણપણે મુક્ત રહે છે.

આ કારણે જૈવિક ખેતીથી તૈયાર થયેલ ખાદ્ય પદાર્થ ખાવાથી શરીરને પણ કોઇ પ્રકારનું નુકસાન નથી થતું. જૈવિક ખેતીમાં છાણનું ખાતર,ઓર્ગેનિક ફર્ટિલાઇજર સહિતનો ઉપયોગ કરવો જરૂરી હોય છે.

શું જરૂરી છે ઓર્ગેનિક ફર્મિંગ (જૈવિક ખેતી)

રસાયણ અને જંતુનાશકથી ખેતીને સતત નુકસાન પહોચે છે. જેથી ખેતીના ખર્ચા પણ વધી જાય છે. પ્રદૂષણ વધે છે તેથી તૈયાર થયેલો ખાદ્ય પદાર્થ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોચે છે.

ખેડુતની આવકનો મોટો ભાગ જંતુનાશક અને રસાયણમાં જ ખર્ચ થાય છે. જેથી તેમને ફાયદાની જગ્યા પર નુકસાન પહોચે છે.

શું છે જૈવિક ખેતીના ફાયદા

-જેથી જમનમાં ખાતરની ક્ષમતા વધે છે.
-પ્રદૂષણ ફેલાતું નથી. જેથી પર્યાવરણ સારું રહે છે.
-ઓછા પાણીની જરૂરિયાત હોય છે.
-બિન રસાયણવાળો પાક તૈયાર થાય છે. રસાયણ અને જંતુનાશકનો ખર્ચ બચે છે.
-ખરાબ ઉત્પાદનનો ખાતર તરીકે ફરીથી ઉપયોગ કરી શકાય છે.

ઓર્ગેનિક ફર્મિંગ (જૈવિક ખેતી) શરૂ કરતા પહેલા આ વસ્તુને જરૂર તપાસો

-માટીની ગુણવતાની તપાસ કરાવો. જો માટીમાં જરૂર પ્રમાણાં પોષક તત્વ હોવા પર જ સારો પાક થશે.
-જો ગુણવતા મળે છે તો પછી નિષ્ણાતની દેખરેખમાં તે ખેતી માટે તૈયાર કરો.
-(ક્લાઇમેટ) આબોહવા અનુસાર પાક ઉગાડો. તમારા ક્ષેત્રમાં જેવી સિઝન રહે છે, તેને જોતા પસંદગી કરો કે તમારે કઇ વસ્તુની ખેતી કરવી જોઇએ. સ્થાનીય ખેડુતો પાસેથી સલાહ લેવી પણ યોગ્ય રહેશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp