બિગ બોસના મેકર્સે સલમાનને મળવાનો કર્યો ઈનકાર, કહ્યું- જીતશે તો સિદ્ધાર્થ જ

PC: siasat.com

બિગ બોસ 13ના ગ્રાન્ડ ફિનાલેને હવે માત્ર એક દિવસની વાર છે. ત્યાં સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ શુક્લાને અત્યારથી જ વિનર જણાવાવમાં આવી રહ્યો છે. શોના હોસ્ટ સલમાન ખાન આ સંબંધમાં બિગ બોસ મેકર્સ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે. આવો દાવો બોલિવુડ એક્ટર અને પ્રોડ્યૂસર કમાલ આર. ખાન દ્વારા કરવામાં આવ્યો હતો. હવે તેણે ફરીથી એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. કમાલ આર. ખાનના આ ટ્વીટ પર ફેન્સ કમેન્ટ્સ કરીને પોતાના રીએક્શન્સ આપી રહ્યા છે.

કમાલ આર. ખાને પોતાના ટ્વીટમાં લખ્યું છેઃ મારા સુત્રોના અનુસાર, મનીષા શર્માએ સલમાન ખાનની સાથે મીટિંગ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેણે એ સ્પષ્ટ કરી દીધું છે કે, આ તેનો શો છે અને બિગ બોસ 13નો વિનર માત્ર સિદ્ધાર્થ શુક્લા જ હશે. ચેનલ આ શોને હોસ્ટ કરવા માટે સલમાન ખાનને પેમેન્ટ કરી રહી છે, આથી સલમાન કોઈ અહેસાન નથી કરી રહ્યો. કમાલ આર. ખાને આ રીતે પોતાના ટ્વીટ દ્વારા એવો દાવો કર્યો છે કે, બિગ બોસના મેકર્સે સલમાન ખાનની સાથે મીટિંગ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

કમાલ આર. ખાને આ પહેલા પોતાના ટ્વીટમા લખ્યું હતુઃ મારા સુત્રોના અનુસાર, સલમાન ખાન મનીષા શર્માની એ વાતથી નારાજ છે કે, સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસ 13નો વિનર બનાવવામાં આ. સલમાન ખાને ફિનાલેમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો છે. આ વાતને લઈને કાલે સાંજે 4 વાગ્યે મીટિંગ કરવામાં આવશે.

કમાલ આર. ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મ ‘દેશદ્રોહી’થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર કમાલ આર. ખાન ઉર્ફ KRK ટીવી રિયાલિટી શો બિગ બોસ 3માં પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત, કમાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દેશના હાલના મુદ્દાઓ અને સમસ્યાઓ પર પોતાના વિચારો રજૂ કરતો રહે છે. આ સાથે જ તે બોલિવુડ ફિલ્મ સાથે સંકળાયેલા સર્વે અને રિવ્યૂ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp