બ્લેકમાં વેચાઈ રહી દિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટ, તેણે કહ્યું-મારો શું વાંક..

PC: facebook.com/DiljitDosanjh

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ ભારત આવી ગયો છે. જુદા જુદા શહેરોમાં જઈને પોતાના સંગીતનો જાદુ પથારી રહ્યો છે. પંજાબી ગીતોથી શ્રોતાઓના મનને મોહિત કરે છે. પોતાના જોરદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા. દિલજીતે અમદાવાદ, દિલ્હી, ગુરુગ્રામ, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ અને અન્ય ઘણી જગ્યાએ પરફોર્મ કર્યું છે. હવે દિલજીત 8 ડિસેમ્બરે ઈન્દોર પહોંચ્યો હતો. કોન્સર્ટ કર્યો. અને અહીં પહોંચીને તેણે સૌથી પહેલા તેના ચાહકો સાથે 'જય શ્રી મહાકાલ'ના નારા લગાવ્યા.

સોશિયલ મીડિયા પર દિલજીતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટિકિટ બ્લેક થતી હોવાની વાત કરી રહ્યો છે. દિલજીતે કહ્યું, આપણા દેશમાં ઘણા સમયથી મારા વિરુદ્ધ એવી અફવા ચાલી રહી છે કે ટિકિટ બ્લેક કરવામાં આવી રહી છે. દિલજીતના કોન્સર્ટની ટિકિટ બ્લેક થઈ રહી છે. તો ભાઈ, ટિકિટો બ્લેક થઈ રહી છે, એમાં મારો વાંક તો નથી ને.

"જુઓ મોટાભાઈ, તમે 10 રૂપિયામાં ટિકિટ ખરીદો અને 100 રૂપિયામાં વેચી દો, તો કલાકારનો શું વાંક? આ બધું જોઈને મને રાહત ઈન્દોરીજીનો એક શેર યાદ આવે છે, તમે કહો તો સંભળાવું. આ તેમનું શહેર છે. આજે આ કાર્યક્રમ રાહત ઈન્દોરીના નામે, તો મીડિયાના લોકો મારા પર જેટલા પણ આરોપો લગાવવાના હોય તો ફુરસતથી લગાવી દો, મને ન તો બદનામી નો ડર છે, ન તો મને કોઈ ટેન્શન.'

 
 
 
View this post on Instagram

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

'આ બધું કંઈ હમણાંથી જ શરૂ થોડું થયું છે. જ્યારથી ભારતમાં સિનેમા છે, ત્યારથી આ 10 કા 20, 10 કા 20 ક્યારનુંય ચાલી રહ્યું છે. હવે સમય બદલાયો છે, જેઓ અભિનેતાઓ હતા, તેમની ફિલ્મમાં ગાયકો પાછળ ગાતા હતા અને કલાકારો ફક્ત હોઠ હલાવતા હતા, હવે ગાવાવાળા આગળ આવી ગયા છે, બસ એટલી જ વાત છે, આ જ ફેરફાર છે, 10 કા 20, 10 કા 20 તો ઘણા સમયથી ચાલી રહ્યું છે. મારા બે ભાઈઓએ પ્રવાસ શરૂ કર્યો છે. કરણ ઔજલા અને AP ધિલ્લોન. તેમના માટે પણ શુભકામનાઓ. આ સ્વતંત્ર સંગીતનો સમય છે. મુશ્કેલીઓ તો આવશે. જ્યારે પણ કોઈ પરિવર્તન આવે છે ત્યારે મુશ્કેલીઓ તો આવે છે. અમે અમારું કામ ચાલુ રાખીશું. જેટલા પણ સ્વતંત્ર કલાકારો છે, તેઓ જોર લગાવવાનું અને મહેનત કરવાનું ડબલ કરી દો, ભારતીય સંગીતનો સમય આવી ગયો છે.'

"પહેલાં બહારથી વિદેશી કલાકારો આવતા, તેમની ટિકિટો લાખોમાં બ્લેક કરવામાં આવતી. હવે ભારતીય કલાકારોની ટિકિટો બ્લેક કરવામાં આવી રહી છે. આને 'વોકલ ફોર લોકલ' કહેવાય. આ મારા દેશનો ધ્વજ છે. આભાર મારા ભાઈ, આભાર.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp