26th January selfie contest

'સમ્રાટ પૃથ્વીરાજ'ના ફ્લોપ થવા પર ડિરેક્ટરે અક્ષય કુમારને ગણાવ્યો જવાબદાર!

PC: cinestaan.com

અક્ષય કુમારને બોલિવgડનો ખેલાડી કુમાર માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનો જાદુ કામ કરી રહ્યો નથી. 3 જૂને સિનેમાઘરોમાં રીલિઝ થયેલી તેની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ખરાબ રીતે ફ્લોપ રહી હતી. એટલું જ નહીં, આ ફિલ્મ સાથે અક્ષયે ફ્લોપ ફિલ્મોની હેટ્રિક પણ ફટકારી છે. હવે હાલત એ છે કે, અક્ષય કુમારની આ પીરિયડ ડ્રામા ફિલ્મ, કમાણીના પચાસ ટકા સુધી પણ ઘસડાઈ ઘસડાઈને પહોંચી છે. સાથે જ ફિલ્મના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ઈશારા-ઈશારામાં અક્ષય કુમારને ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના ફ્લોપ થવા પાછળ જવાબદાર બતાવ્યો છે.
ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના ખુબ જ ખરાબ રીતે ફ્લોપ થયા બાદ ફિલ્મના નિર્માતાઓએ અક્ષય કુમાર પર આકરા પ્રહારો કર્યા છે. નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ફિલ્મ કમ્પેનિયનને આપેલા તેમના તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પાન મસાલાની જાહેરાત અંગે અક્ષય કુમારનો વિવાદ અને જાહેરમાં આપેલા નિવેદનોથી દર્શકો નારાજ હતા, જેના કારણે ફિલ્મની કમાણી પર પણ તેની અસર પડી હતી. જણાવી દઈએ કે, ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ 18 વર્ષના રિસર્ચ પછી ફિલ્મની સ્ટોરી લખી હતી, પરંતુ તેને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાટ ખાવામાં 8 દિવસ પણ નથી લાગ્યા.

આ પહેલા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ એક અંગત ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અક્ષય કુમારે તેને સ્પષ્ટ કહ્યું હતું કે, મેં 'રાઉડી રાઠોડ' અને 'હાઉસફુલ'માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મો મને વધુ પૈસા આપે છે. મેં એક પ્રયાસ કર્યો ('સમ્રાટ પૃથ્વીરાજ' સાથે). જો લોકો તેને રિજેક્ટ કરશે તો કોઈ વાંધો નહીં, હું ફરીથી 'રાઉડી રાઠોડ' જેવી ફિલ્મો બનાવવાનું શરૂ કરીશ. લોકો એવી વસ્તુઓ જોવા માંગે છે જેમાં કોઈ વિવાદ ન હોય. પછી હું પણ એ જ કરીશ.

જ્યાં સુધી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની કમાણીનો સવાલ છે તો, તમને જણાવી દઈએ કે રીલિઝના 20 દિવસ બાદ ફિલ્મે અત્યાર સુધી દેશભરમાં 75 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે તમામ વર્લ્ડની વાત કરીએ તો તેણે 85 થી 90 કરોડનું કલેક્શન કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારોની આ ફિલ્મે 20માં દિવસે 65 લાખનું કલેક્શન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp