બાલિકા વધુ સીરિયલના ડિરેક્ટર હવે વેચી રહ્યા છે શાકભાજી
કોરોનાના સંકટે ઘણા બધાની આર્થિક સ્થિતિ ગંભીર કરી દીધી છે. ઘણી જાણીતી ટેલિવીઝન સિરીયલ અને ફિલ્મોમાં ડાયરેકશન કરવાવાળા રામવૃક્ષ ગૌડ આજે થેલો ચલાવીને શાકભાજી વેચવા માટે મજબૂર છે. એક થી એક જાણીતા કલાકારોને પોતાના ઈશારા પર હસવા અને રડાવવા વાળા ડાયરેક્ટર આજે પોતાની કરૂણ પરિસ્થિતિથી લડી રહ્યા છે. ડાયરેક્ટર રામવૃક્ષ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં પોતાના ઘરે રહે છે.
રીલ લાઈફની ઝગમગાહટ અને ભાગમભાગની જિંદગી જીનારા ડાયરેક્ટર પોતાની પરસ્થિતિઓ સાથે એ રીતનો સમજૌતો કરવો પડ્યો કે તેમણે તેમના પરિવારના ગુજરાન માટે શાકભાજી વેચી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પણ ડાયરેક્ટર રામવૃક્ષનું કહેવું છે કે રિયલ લાઈફ અને રીલ લાઈફ બંને ચાલે છે. લોકડાઉનમાં પોતાના વતન આવેલા રામવૃક્ષ હાલમાં મુંબઈ જઈ શકે તેમ નથી. પરિવારની આ જવાબદારીઓએ એવી રીતે જકડી લીધા છે અને મુંબઈમાં ફિલ્મી કામ બંધ થઈ જવાને લીધે મજબૂર થઈને તેમણે શાકભાજી વેચીને ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.
રામવૃક્ષ અને તેમનો પરિવાર ભલે અત્યારે કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ તેમને હજુ પણ આશા છે કે મુંબઈમાં સ્થિતિ સામાન્ય થવા લાગશે તો તેમનું જીવન પણ પહેલા જેવું થઈ જશે. ડાયરેક્ટરની પત્ની અનિતા ગૌડનું કહેવું છે કે ભલે આજની પરિસ્થિત ખરાબ છે, પરંતુ ભવિષ્યમાં તે સારી થવાની જ છે.
તેમની પુત્રીનું પણ કહેવું છે કે જ્યારે બધુ નોર્મલ થઈ જશે ત્યારે તે ફરીથી મુંબઈ જઈને પોતાના મિત્રો સાથે શાળામાં ભણવા જઈ શકશે. 25 થી વધુ સિરીયલ અને ફિલ્મોમાં ડાયરેકશનનું કામ કરી ચૂકેલા રામવૃક્ષે કહ્યું છે કે લોકડાઉને તેમની લાઈફને પૂરેપૂરી રીતે બદલી નાખી છે. હવે તે થેલા પર શાકભાજી વેચવા માટે મજબૂર છે.
કોરોનાને લીધે ફિલ્મ અને ટેલિવીઝનની સિરયલના શૂટિંગ બંધ થઈ જતા રોજની કમાણી કરતા લોકોને પોતાનું જીવન ચલાવવાનું ઘણું અઘરું થઈ ગયું હતું. રામવૃક્ષ બાલિકા વધુ, જ્યોતિ, કુછ તો લોગ કહેંગે, સુજાતા જેવી સુપરહિટ સિરીયલોનું ડાયરેક્શન કરી ચૂક્યા છે. તેમને ફિલ્મમી દુનિયામાં 22 વર્ષનો અનુભવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp