26th January selfie contest

સ્પોર્ટ્સ વેરમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી આ અભિનેત્રી, તમે ઓળખી બતાવો

PC: google.com

દિશા પાટની રોજ તેના લૂકના લીધે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહેલી હોય છે. દિશા પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટેડ રહે છે. એક્ટ્રેસ પોતાની સ્ટાઈલની સાથે સાથે ફિટનેસ પર પણ પૂરું ધ્યાન આપે છે. તેના વીડિયો અને ફોટાઓ શેર થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી મૂકે છે.

દિશાએ હાલમાં જ એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે પોતાના એબ્સને બતાડતી જોવા મળે છે. તેની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થયેલી જોવા મળી રહી છે.

દિશાએ આ ફોટો તેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. ફોટામાં જોઈ શકશો કે એક્ટ્રેસ પોતાના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેનો આ લૂક સૌ કોઈને પસંદ આવી રહ્યો છે. તેના આઉટફીટની વાત કરીએ તો તેણે સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરેલો જોવા મળે છે. જ્યારે તેણે પોતાના ફેસ પર એક સનફ્લાવરનું સ્ટીકર લગાડેલું જોવા મળે છે. તેનો આ ફોટો તેના ફેનપેજ પર પણ જોવા મળી રહ્યો છે. જ્યાં એક્ટ્રેસને ઘણો પ્રેમ મળી રહ્યો છે.

દિશા પોતાના ફિટનેસના વીડિયો પણ વારંવાર પોસ્ટ કરતી જોવા મળે છે. જે ઘણા ઝડપથી વાયરલ થઈ જાય છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયેલો જોવા મળ્યો હતો, જેમાં તે ટાઈગર શ્રોફની જેમ સ્ટંટ કરતી જોવા મળી હતી. ફિટનેસની વાત કરીએ તો દિશા ફિટનેસ પર એટલું ધ્યાન આપે છે કે કદાચ જ એવો કોઈ દિવસ હશે જ્યારે તે પોતાનું વર્કઆઉટ સેશન મિસ કરતી હશે. બોડીને ફિટ રાખવા માટે તે પોતાના ડાયેટનું પણ ઘણું ધ્યાન રાખતી જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani)

એક્ટ્રેસના કામની વાત કરીએ તો છેલ્લે તે મલંગ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમુ જેવા કલાકારો જોવા મળ્યા હતા. તે સિવાય તેણે ફિલ્મ  બાગી 3માં સ્પેશિયલ આઈટમ ગીત પણ કર્યું હતું. દિશા પટાની ફરીથી એક વખત સલમાન ખાન સાથે ફિલ્મ રાધે- ધ મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળવાની છે. તેની આ ફિલ્મ ઈદ પર રીલિઝ થવાની છે. તે સિવાય દિશા એક વિલન 2 માં અર્જુન કપૂર અને જ્હોન અબ્રાહમ સાથે જોવા મળવાની છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp