બોલિવુડની સ્ટાર અભિનેત્રીએ શેર કર્યો મિરર સેલ્ફી, તમે ઓળખો કોણ છે

PC: instagram.com/dishapatani

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ દિશા પાટની પોતાની ફિલ્મોની સાથેસાથે પોતાના અંદાજ માટે પણ જાણીતી છે. તેના ફોટો કે વીડિયો બંને જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવવાનું કામ કરે છે. હાલમાં એવું જ કંઈક તેના એક ફોટો પર જોવા મળ્યું. આ ફોટામાં દિશા પાટની એક અલગ જ અંદાજમાં નજરે પડી રહી છે. આ ફોટાને દિશા પાટનીએ પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટાએ જોતજોતામાં સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી. દિશા પાટનીના આ ફોટા માટે લોકો તેના ઘણા વખાણ કરી રહ્યા છે.

બોલિવુડ એક્ટ્રેસ મોટાભાગે પોતાના જ ફોટાઓના કારણે લાઈમલાઇટમાં રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટાઓથી ધમાલ મચાવતી રહે છે. આ દરમિયાન એક્ટ્રેસ દિશા પાટનીએ પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં દિશા પાટની મિરર સામે ઊભી રહેલી નજરે પડી રહી છે. તેમાં તેણે ગ્રે કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લૂ રંગની હાફ પેન્ટ પહેરી છે. આ ફોટોમાં જે વસ્તુ લોકોને સૌથી વધારે એટ્રેક્ટ કરે છે તે છે તેની એબ્સ. નોંધનીય છે કે, આ મિરર સેલ્ફીમાં દિશા પાટની પોતાના એબ્સ ફ્લોન્ટ કરી રહી છે. જેના કારણે લોકો તેની ફિટનેસના દિવાના છે.

 
 
 
View this post on Instagram

🦋

A post shared by disha patani (paatni) (@dishapatani) on

એક્ટ્રેસના ફોટા પર લોકો કમેન્ટ કરીને તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે દિશા પાટનીના આ ફોટા પર કમેન્ટ કરતાં લખ્યું કે, ‘એબ્સની તરફ તો જુઓ, તમે તો કમાલ કરી દીધી. આ પહેલા દિશા પાટનીએ બટરફ્લાઈ કિક એક્સરસાઈઝ કરતાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં દિશા પાટની કોઇની હેલ્પ વિના, કોઈ પણ ભૂલ વિના બટરફ્લાઈ કિક લગાવતી નજરે પડી રહી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અત્યારે દિશા પાટની પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાધે’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દિશા પાટની સાથે સુપરસ્ટાર સલમાન ખાન અને રણદીપ હુડ્ડા પણ નજરે પડશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. કોરોનાના કારણે લગભગ 7 મહિનાથી ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું, પરંતુ ફરી શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે. જેની જાણકારી સલમાન ખાને પોતે જ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp