મિકા સિંહની દુબઈ પોલીસે કરી ધરપકડ

PC: mayapuri.com

સિંગર મિકા સિંહની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. મિકા પર 17 વર્ષીય એક બ્રાઝિલીયન યુવતીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. બ્રાઝિલીયન નેશનલે મીકા વિરુદ્ધ ફરીયાદ કરી હતી. કથિત પીડિતા વ્યવસાયે મોડલ હોવાનુ જાણવા મળ્યુ છે.

મિકા સિંહની બુધવારીન રાત્રે 3 વાગ્યે પોલીસે ધરપકડ કરી હતી. યુવતીએ મિકા પર આરોપ લગાવ્યો છે કે, તે એને આપત્તિજનક ફોટા મોકલતો હતો. મિકા પોતાના સિંગિંગ પરફોર્મન્સ માટે દુબઈમાં હતો. દુબઈ પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે કે તેમણે મિકા સિંહને હિરાસતમાં લીધો છે. મિકાના મિત્રો તેને છોડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

આ વર્ષે માર્ચમાં પંજાબની પટિયાલા કોર્ટે મિકાના ભાઈ દલેર મહેંદીને માનવ તસ્કરી (કબૂતરબાજી)ના મામલામાં દોષી જાહેર કર્યો હતો. તેને ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. મહેંદીને બે વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. સજાની જાહેરાત બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા જ કલાકોમાં તેને જામીન મળી ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp