પિતા જિતેન્દ્રની આ શરતના કારણે હજુ સુધી સિંગલ છે એકતા કપૂર

PC: santabanta.com

ટીવી ક્વીન કહેવાતી એકતા કપૂર આજે પોતાનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. એકતા કપૂરે એકથી એક હિટ ટીવી શો બનાવ્યા. એકતાના ડેલી સોપમાં સાસુ-વહુ-ડ્રામા અને લગ્નને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ એખતા પોતે લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતી, કદાચ એટલા માટે જ તે હજુ સુધી સિંગલ છે. જોકે, તે એક દીકરાની મા પણ છે.

એકતા કપૂર ગત વર્ષે જ સરોગસી દ્વારા એક દીકરાની માતા બની છે. તે સિંગલ મધર છે, પરંતુ લગ્ન કરવા નથી માગતી. એકતાએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે શા માટે હજુ સુધી સિંગલ છે. એકતાના લગ્ન ન થવા પાછળ તેના પિતા જિતેન્દ્રની એક શરત છે. એકતા કપૂરે જણાવ્યું હતું કે, મારા પિતાએ કહ્યું હતું કે ક્યાં તો તારે લગ્ન કરવા પડશે, ક્યાં તારે કામ કરવું પડશે. મેં કામને પસંદ કર્યું. એકતા કહે છે કે, તે લગ્ન નથી કરવા માગતી આથી તેણે કામને પસંદ કર્યું.

એકતા કપૂરે બીજા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા એ ફ્રેન્ડ્સ, જેમના લગ્ન થઈ ગયા હતા, તે આજે સિંગલ છે. મેં ગત વર્ષે ઘણા બધા છૂટાછેડા થતા જોયા. મને લાગે છે કે, મારામાં ધીરજ છે, જેથી આજ સુધી હું રાહ જોઈ રહી છું. તેણે વધુમાં કહ્યું હતું કે, તેને બાળક જોઈતું હતું, પરંતુ લગ્ન નહોતા કરવા. આથી તે સરોગેસી દ્વારા માતા બની. તેણે પોતાના દીકરાનું નામ જિતેન્દ્રના અસલી નામ રવિ પરથી રવિ કપૂર રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એકતા કપૂરે પણ હજુ સુધી લગ્ન નથી કર્યા. તુષાર પણ સિંગલ ફાધર છે. 2016માં તે સરોગેસી દ્વારા પિતા બન્યો હતો. તેણે પોતાના દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું છે. બંને ભાઈ-બહેન સિંગલ ફાધર અને મધરની જિંદગી જીવી રહ્યા છે અને તે બંને ખૂબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp