ઈમરજન્સીનું બીજું ટ્રેલર રીલિઝ,ઈન્દિરાના પાત્રમાં કંગના કહે છે-મૈં હી કેબિનેટ...

PC: youtube.com

કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીનું બીજું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ઈમરજન્સીના મુદ્દાને બતાવાયો છે અને દર્શાવાયું છે કે, ઈમરજન્સીના નિર્ણય પછી કેવો કોહરામ દેશમાં મચી ગયો હતો. આ ટ્રેલરમાં ઈન્દિરાનું પાત્ર ભજવતી વખતે કંગના ડાયલોગ બોલે છે કે મૈં હી કેબિનેટ હું. આ ટ્રેલરમાં બતાવાયું છે કે કેવી રીતે દેશમાં યુદ્ધની જાહેરાત થાય છે. ઈન્દિરા ગાંધીનો વિરોધ થાય છે.

કંગના રણૌતે ફિલ્મ ‘ઈમરજન્સી’માં ભારતની પહેલી મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. તેણે આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. ‘ઈમરજન્સી’ના ટ્રેલરમાં શરૂઆતમાં દેશમાં આપાતકાલીનની નાટકીય ઝલક મળી રહી છે, જેમા જનતા અસ્થિર માહોલમાં ગલીઓ અને રસ્તાઓ પર સરકારના ઈમરજન્સીના નિર્ણયનો વિરોધ કરે છે.

અખબારોની ખબરોની ઝલક દેખાય છે, જે દેશમાં ઈમરજન્સી લાગૂ થવાની સૂચના આપી રહ્યા છે. પછી, અનુપમ ખેર જેલના સળીયા પાછળ દેખાય છે જે વિપક્ષી પાર્ટીના લોકોની ધરપકડનું પ્રતીક છે.

અનુપમ ખેરે ફિલ્મમાં વિરોધી પક્ષના નેતા જયપ્રકાશ નારાયણનું કેરેક્ટર પ્લે કર્યું છે. તે ટીઝરમાં એવુ કહેતા સંભળાય છે કે, આ અમારું નહીં, આ દેશનું મોત છે. સરકાર વિરુદ્ધ આંદોલનકારીઓ પર સુરક્ષાદળ ગોળી ચલાવતું દેખાય છે. તેના પર અનુપમ ખેર કહે છે કે, આ તાનાશાહીને રોકવી પડશે. પછી ઈન્દિરા ગાંધીના કેરેક્ટરમાં કંગના રણૌતનો અવાજ સંભળાય છે, મને આ દેશની રક્ષા કરવાથી કોઈ રોકી નહીં શકે કારણ કે, ઈન્દિરા હી ઇન્ડિયા હૈ.

લોકો કંગના રણૌતના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નેટિજન્સ તેને ઈન્દિરા ગાંધીના રોલમાં જોઇને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે, જેમાં માત્ર દેખાવમાં જ નહીં પરંતુ, તેનો અવાજ પણ પૂર્વ વડાપ્રધાનના અવાજને મેચ કરી રહ્યો છે.

37 વર્ષીય કંગના રણૌતે કહ્યું હતું કે એક સંરક્ષક કે તાનાશાહ? આપણા ઇતિહાસના સૌથી કાળા સમયનો સાક્ષાત્કાર કરો, જ્યારે આપણા નેતાએ પોતાના લોકો વિરુદ્ધ જંગ છેડી દીધી હતી. જણાવી દઇએ કે, કંગના રણૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરીને જણાવ્યું હતું કે, તેણે ઈમરજન્સીને બનાવવા માટે પોતાની તમામ પ્રોપર્ટી ગિરવે મુકી દીધી હતી. 

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મમાં કંગના રણૌત ઉપરાંત શ્રેયસ તલપડે, અનુપમ ખેર, મહિમા ચૌધરી, મલિંદ સોમન, સતીશ કૌશિક જેવા મુખ્ય કલાકારો મહત્ત્વની ભૂમિકામાં દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp