ગયા વર્ષે બ્લોકબસ્ટર આપી અને હવે 37ની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી

PC: latestly.com

'12મી ફેલ'એ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક છે, જેણે વિક્રાંત મેસીને સુપરસ્ટાર બનાવી દીધો હતો. પરંતુ હવે આ 37 વર્ષીય અભિનેતાએ હાલમાં કરેલી એક પોસ્ટમાં નિવૃત્તિના સમાચારથી બધાને ચોંકાવી દીધા છે. સેક્ટર 36 અને હસીન દિલરૂબા જેવી હિટ ફિલ્મો આપનાર અભિનેતા વિક્રાંતે સોમવારે સવારે 2જી ડિસેમ્બરે તેની નવીનતમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અભિનય કારકિર્દીમાંથી નિવૃત્તિ વિશે માહિતી આપીને બધાને ચોંકાવી દીધા છે. આ પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સના રિએક્શન આવવા લાગ્યા છે, જેના કારણે આ પોસ્ટ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

વિક્રાંત મેસીએ રેડ હાર્ટ અને નમસ્તે વાળી ઇમોજીના કૅપ્શન સાથે એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું કે, 'છેલ્લા કેટલાક વર્ષો અને ત્યાર પછીનો સમય ખુબ અદ્ભુત રહ્યો છે. તમારા અથાગ સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને સમજાયું કે મારા માટે સમય આવી ગયો છે કે, હું મારી જાતને સંભાળું અને ઘર તરફ પાછો ફરું, એક પતિ, પિતા અને એક પુત્ર બનીને. અને એક અભિનેતા તરીકે પણ.'

આ પોસ્ટ પર એશા ગુપ્તાએ વિક્રાંત લખતી વખતે ઘણાં રેડ હાર્ટ ઇમોજીસ શેર કર્યા છે. જ્યારે અભિનેત્રી સિમી ચહલે હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. જ્યારે ચાહકોએ લખ્યું, 'શું? તેનો અર્થ શું છે.' એક યુઝરે લખ્યું, 'આશા છે કે આ સાચું નહીં હોય.'

જો અહેવાલોનું માનીએ તો વિક્રાંત આ દિવસોમાં બે ફિલ્મો 'યાર જીગરી' અને 'આંખો કી ગુસ્તાખિયા'માં કામ કરી રહ્યો છે. આગામી પ્રોજેક્ટ્સ વિશે, અભિનેતાએ લખ્યું, 'તેથી 2025માં આપણે એકબીજાને છેલ્લી વાર મળીશું. જ્યાં સુધી યોગ્ય સમય ન થાય ત્યાં સુધી. આવનારી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો. ફરીથી આભાર. દરેક વસ્તુ માટે અને વચ્ચે જે કંઈ પણ થયું તેના માટે.' વિક્રાંતે તેના ચાહકોને લખેલી નોટને 'હંમેશા ઋણી' કહીને સમાપ્ત કરી. જો કે, પોસ્ટને જોતા એવું લાગે છે કે આ નિવૃત્તિ થોડા સમય માટે છે અને એવી અપેક્ષા છે કે, તે તેના નવા પ્રોજેક્ટ્સ સાથે ટૂંક સમયમાં પરત ફરશે.

 
 
 
View this post on Instagram

A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંતે R. D. નેશનલ કોલેજમાંથી તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને 2007માં ધૂમ મચાઓ ધૂમ શ્રેણીથી અભિનયની શરૂઆત કરી. આ પછી તે ધરમ વીર, કુબૂલ હૈ અને બાલિકા વધૂ જેવા શોમાં જોવા મળ્યો હતો. નાના પડદા પર પોતાની ઓળખ બનાવ્યા પછી વિક્રાંતે 2013માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ 'લૂટેરા' હતી, જેમાં તેમના નાના પરંતુ અસરકારક પાત્રે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી તેણે 'દિલ ધડકને દો', 'છપાક' અને 'હસીન દિલરૂબા' જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp