26th January selfie contest

શું છે કરણ જોહરની યુવાનીનું રહસ્ય? ફરાહ ખાને વીડિયોમાં કર્યો ખુલાસો

PC: google.com

ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર પોતાની ફિલ્મોથી લોકોના દિલમાં જગ્યા તો બનાવી જ ચુક્યા છે પરંતુ, 49ની ઉંમરમાં તેની ફિટેનેસ પણ લોકો માટે ઉત્સુકતાનો વિષય છે. કરણ જોહર પોતાના ફેશન અને ફિટનેસ બંનેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ત્યારે જ તો આ ઉંમરમાં પણ તેના પર વધતી ઉંમરની ઝલક પણ નજરે પડતી નથી. હવે કરણ જોહરની આ યુવાનીનું રહસ્ય આખરે ખૂલી ગયું છે. કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન કુંદરે કરણ જોહરની યુવાનીનું રહસ્ય ખોલી દીધું છે.

ફરાહ ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરણ જોહરના બ્રેકફાસ્ટના કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં ડિરેક્ટર પોતાની પ્લેટમાં વૉફલ લઇને નજરે પડ્યો. ફરાહ ખાન કહે છે કે, કરણ જોહરના સેટ પર બ્રેકફાસ્ટ કંઈક આવું દેખાય છે. કરણ જોહર તમે શું ખાઈ રહ્યા છો? કરણ જોહર જવાબ આપે છે કે, ‘આ કંઈક હેલ્ધી ભોજનોનું મિશ્રણ છે જેને અક્ષયે બનાવ્યું છે. એ મને હકીકતમાં ઘણું બધુ ન્યૂટ્રિશિયન આપી રહ્યું છે એટલે મારી સ્કીન ગ્લો કરી રહી છે અને હું તમને શાનદાર નજરે પડી રહ્યો છું ફરાહ. તો સમજી ગયા ને કરણ જોહરની યુવાનીનું રહસ્ય શું છે. તેનું હેલ્ધી ડાયટ. 

View this post on Instagram

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

સેટ પર ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ આવે છે. ફરાહ તેની તરફ કેમેરો ટર્ન કરતા કહે છે કે અને હવે બીજા આવી ગયા, મિડલ ક્લાસ બોય. ખેર ફરાહ ખાને કરણ જોહર અને મનીષ સાથે તેનો ફોટો શેર કરતા લખ્યું કે, 27 વર્ષથી વધુ ઊંડી થતી જાય છે કશું જ બદલાયું નથી.’ ફરાહ ખાને તસવીર અને કેપ્શનથી સ્પષ્ટ કરી દીધું કે ત્રણેય 27 વર્ષોથી મિત્ર છે અને વિતતા વર્ષોમાં તેમની વચ્ચે કદાચ જ કોઈ ચેન્જ આવ્યું હોય. ફરાહ ખાનની આ તસવીરના ડિરેક્શનમાં બની રહેલી 'રોકી અને રાની કી પ્રેમ કહાની'નો સેટ છે. 

View this post on Instagram

A post shared by Namaste Bollywood (@namastebollywood.in)

ફરાહ ખાન અને કરણ જોહર આ ફિલ્મમાં 9 વર્ષ બાદ ફરીથી કામ કરી રહ્યા છે. કરણ સાથે પોતાના રી-યુનિયન પર ફરાહ ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે હું પોતાના કોરિયોગ્રાફ માટે જનારા સોન્ગને લઈને ખૂબ રાજી છું પરંતુ કેટલાક સંબંધ ખાસ હોય છે અને કામ સાથે ઘણું વધારે મહત્ત્વ ધરાવે છે. કરણ જોહર એ શખ્સ છે જે મારા દિલમાં જગ્યા રાખે છે તો હા હું તેની સાથે વાપસી માટે ખૂબ એક્સાઈટેડ છું અને તેના આગામી પ્રોજેક્ટના સોંગ્સ પર કામ કરીશ.

હાલના સમયમાં 'રોકી અને રાની કી પ્રેમ કહાની' ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. બંને એક્ટર્સ માટે પણ આ રી-યુનિયન છે. તેઓ આ પહેલા 'ગલી બોય' માં પોતાનો જલવો વિખેરી ચૂક્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp