શું ફરમાની નાઝને મળી બિગ બોસ 16ની ઓફર? ભાઈએ કર્યો ખુલાસો

PC: abplive.com

અભિલિપ્સા પાંડાના ગીત હર હર શંભુને ફરીવાર ગાનારી સિંગર ફરમાની નાઝ પર મચેલા બવાલ વચ્ચે તેના ભાઈ ફરમાને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તેની બહેન વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફતવો જાહેર કરવામાં નથી આવ્યો. સાથે જ તેણે એવુ પણ કહ્યું કે, તે મુસ્લિમ ધર્મ છોડીને કોઈપણ હાલમાં હિંદુ નથી બનવાની. ફરમાને એવુ પણ જણાવ્યું કે, તેની બહેન પાસે એક રિયાલિટી શોની ઓફર પણ આવી છે, જે અંગે હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે.

ફરમાની નાઝ પોતાના ભાઈ ફરમાન સાથે ગત વર્ષે ઈન્ડિયન આઈડલમાં દેખાઈ હતી. ફરમાને જણાવ્યું કે, તેની બહેન પાસે ગુરુવારે બિગબોસ 16 માટે ઓફર આવી છે. પરંતુ, બહેને હજુ સુધી તે અંગે કોઈ વિચાર નથી કર્યો કારણ કે, તેને લાગે છે કે બિગ બોસમાં ખૂબ જ ઝઘડા થાય છે, જે તેને પસંદ નથી. આ સાથે જ ફરમાને કહ્યું હતું કે, બિગ બોસમાં સપના ચૌધરીની સાથે પણ ઘણા કન્ટેસ્ટન્ટ્સે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો, જે અંગે વિચારીને જ મારી બહેન ડરી ગઈ છે.

રિયાલિટી શો વિશે ફરમાનીએ કહ્યું કે, તે શોઝ કલાકારની કોઈ મદદ નથી કરતો. તેણે જણાવ્યું કે, ગત વર્ષે તેણે ઈન્ડિયન આઈડલ વિનર પવન રાજદીપ સાથે રૂમ શેર કર્યો હતો. ફરમાનીને સંગીતનો વારસો તેના પિતા પાસેથી મળ્યો છે. હર હર શંભુ ફરમાનીનું પહેલું ગીત નથી, શ્રાવણના મહિનામાં તેણે વધુ બે ગીત રેકોર્ડ કર્યા હતા. જોકે, તેના પર કોઈપણ પ્રકારનો વિવાદ નથી થયો.

ફરમાની વિશે વાત કરીએ તો, તેની પર્સનલ લાઈફ ખૂબ જ મુશ્કેલીઓ ભરી રહી છે. પતિએ તેને છૂટાછેડા આપ્યા વિના જ બીજા લગ્ન કરી લીધા. વિરોધ કરવા પર સાસરિયાઓએ ફરમાની અને તેના ભાઈને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ દુઃખના સમયમાં સંગીતે જ તેનો સાથ આપ્યો. ભાઈ ફોન પર તેના ગીત રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો. જેના પર ઘણી લાઈક્સ અને શેર આવવા માંડ્યા. જોતજોતામાં ફરમાનીનું ગીત ઈન્ટરનેટ પર છવાઈ ગયુ અને આ રીતે તેને ઈન્ડિયન આઈડલમાંથી પણ આમંત્રણ મળ્યું. જોકે, ત્યાં તેનો સંઘર્ષ લાંબો ના ચાલ્યો. હાલ તો ફરમાની અને ફરમાન પોતાના નવા ગીતને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp