કોમ્પ્રોમાઈઝ કરવાથી નથી મળતી ફિલ્મો, ના કહેવું જરૂરી છે: ઈમ્તિયાઝ અલી
ફિલ્મ મેકર ઈમ્તિયાઝ અલીએ સેટ પર વુમન સેફટી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચ પર વાત કરી. જે દરમિયાન તેમણે કરીના કપૂરનો પણ ઉલ્લેખ કર્યો અને ઉદાહરણ આપતા સમજાવ્યું કે જબ વી મેટના સેટ પર કઈ રીતે તે એકદમ સુરક્ષિત હોવાનો અનુભવ કરી રહી હતી.
બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચનું ચલણ વર્ષો જુનું છે. કોઈક જ વાર અભિનેતા તેમજ અભિનેત્રી આ વિષે શોકિંગ ખુલાસાઓ કરે છે. પ્રોડ્યુસરો-ડાયરેક્ટરો અથવા અભિનેતાઓ પર ફિલ્મોમાં કામ અપાવવાના બહાને લોકોનો ફાયદો ઉઠાવવાની વાત કહેવામાં આવે છે. જેને કારણે ઘણી બદનામી પણ થાય છે.
આ સમગ્ર બાબતે ફિલ્મ મેકર ઈમ્તિયાઝ અલીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, IFFIની ઇવેન્ટમાં સામેલ થયેલા ઈમ્તિયાઝના જણાવ્યા મુજબ આ ખુબ ફાયદાકારક નથી. તેમણે જણાવ્યું કે તેઓ પણ આવા કિસ્સાઓ ઘણા સાંભળે છે, જ્યાં લોકોના મનમાં કામની જગ્યાએ કોમ્પ્રોમાઈઝનો ડર બેઠોલો છે. પરંતુ જ્યાં સુધી તેઓ જાણે છે ત્યાં સુધી કોમ્પ્રોમાઈઝ એ વધારે મદદ કરતું નથી. કોમ્પ્રોમાઈઝ કરવાનો ફાયદો નથી.
ઈમ્તિયાઝ બોલ્યો હું જોઈ રહ્યો છું, હું ૧૫-૨૦ વર્ષથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટર છું. મેં પણ ઘણું સાંભળ્યું છે કાસ્ટિંગ કાઉચ વિષે, અથવા જો તમે કહી રહ્યા છો કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ છોકરી આવે છે કામ માટે તો તેને ડર લાગે છે. તો હું તમને જણાવું કે જે મહિલા ના નથી કહી શકતી તેના ચાન્સ વધતા નથી. એવું નથી કે જે છોકરી કોમ્પ્રોમાઈઝ કરી લેશે તેને તે રોલ પાક્કું મળી જ જશે. એક્સપ્લોઇટ કરવા વાળા ઘણા હશે. જો કોઈ છોકરી ના કહી શકે છે, પોતાની ઈજ્જત કરે છે ત્યારે જ કોઈ બીજા માણસો પણ તેની ઈજ્જત કરશે.
ઈમ્તિયાઝ વધુમાં જણાવે છે કે, હું અને અન્ય ઘણા બધા લોકો એવું પણ વિચારે છે કે શું અમે આ વ્યક્તિને સીરિયસલી લઇ રહ્યા છે કે નહીં. શું મારા મનમાં એ વ્યક્તિ માટે રિસ્પેક્ટ છે જેથી હું તેને કાસ્ટ કરી શકું. આ એક ગેરસમજ છે કે જો તમે કોમ્પ્રોમાઈઝ કરશો તો તમારા ચાન્સીસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધશે. મેં આનું ઊંધું જ જોયું છે. જે કોમ્પ્રોમાઈઝ કરે છે તેઓ તેમની કારકિર્દીને પણ કોમ્પ્રોમાઈઝ કરી નાખે છે.
જ્યારે લાઈટમેન્સથી ઘેરાય કરીના આ સાથે જ ઇમ્તિયાઝે સેટ પર વુમન સેફ્ટીને લઈને પણ વાત કરી. આ દરમિયાન તેમણે કરીના કપૂરનો પણ ઉલ્લેખ કર્યો અને ઉદાહરણ આપતા સમજાવ્યું કે જબ વી મેટના સેટ પર તે બિલકુલ સુરક્ષિત હતી.
ઈમ્તિયાઝે કહ્યું કે મારી એક જર્ની રહી છે. મેં નાના તેમજ મોટા ગામડાઓમાં પણ કામ કર્યું છે મેં થીયેટરમાં પણ કામ કર્યું છે. પછી હું ફિલ્મોમાં આવ્યો.મારો વિશ્વાસ કરો મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવું આપણી મહિલાઓ સાથે વર્તન કરે છે તે ખૂબ જ સરાહનીય છે. જો એક ફિલ્મ યુનિટમાં 200 લોકો કામ કરે છે તો તે ખૂબ જ સુરક્ષિત હોય છે. હું તમને મારી ફિલ્મનું ઉદાહરણ આપીને સમજાવું છું. એક સીન હતો જેમાં કરીના ઉપરના બર્થ પર સુતેલી હતી પરંતુ સીન શરૂ થવા પહેલા લાઇટમેન કહે છે કે અહીં હજી વધુ લાઈટોની જરૂર પડશે
મેં કરીનાને કહ્યું કે તું અહીં આવી જા, જ્યારે કામ પૂરું થઈ જશે ત્યારે ફરીથી સુઈ જજે. ત્યારે હવે તમે બધા જાણો જ છે કે કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ દીકરી છે, તે એક સ્ટાર કિડ્સ છે. તેણે આ બધું જોયું છે. એને કદાચ ફિલ્મ એથિક્સ વિશે મારા કરતાં પણ વધુ જાણકારી છે. તો તેણે કહ્યું કે નહીં નહીં તેમને આવવા દો તેમનું કામ કરવા દો, લાઈટ સેટ કરવા દો, તમે પડદો લગાવી દો. હવે ત્યાં ત્રણ માણસો કામ કરી રહ્યા છે, પડદો લાગેલો છે અને કરીના ત્યાં સુતેલી છે. હું પૂછી રહ્યો છું કે કરીના તુ શ્યોર છે ? પરંતુ કરીના મારો પોઇન્ટ નથી સમજી રહી, તે કમ્ફર્ટેબલ છે. કોણ હવે વારંવાર-ઉતરશે અને ચડશે હું અહીં બરાબર છું. હું ચોંકી ગયો હતો
ઈમ્તિયાઝે વાત વાતમાં જણાવી દીધું કે મહિલાઓ કેટલી સુરક્ષિત છે ઇન્ડસ્ટ્રીમાં. ડાયરેક્ટરના મુજબ એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં એ સાબિત થાય છે કે કોઈને કોઈ સમસ્યા નથી. બધા આરામથી કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp