'કુલી નંબર 1'ના સેટ પર લાગી આગ, શૂટીંગ સ્થગિત

PC: spotboye.com

વરુણ ધવન અને સારા અલી ખાનની આવનારી કોમેડી રિમેક ફિલ્મ કુલી નંબર-1ના સેટ પર આગ લાગી ગઈ છે. મુંબઈના ગોરેગાંવમાં બનેલ ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં મંગળવારે રાત્રે 12.30 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. રાહતની વાત એ છે કે બધાં ફિલ્મ મેમ્બર સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ નથી.

કુલી નંબર-1 વર્ષ 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની હિટ કોમેડી ફિલ્મની રિમેક છે. તે ફિલ્મને પણ ડેવિડ ધવને જ ડાયરેક્ટ કરી હતી. આ વખતે પણ ડેવિડ પોતે જ ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં ગોવિંદાના સ્થાને તેનો દીકરો વરુણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં લીડ અદાકારાના રૂપમાં સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર પહેલેથી જ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. તેને ફેન્સે બિરદાવ્યું હતું.

સારા અલી ખાનની વાત કરીએ તો કુલી નંબર-1 સિવાય તે ઈમ્તિઆઝ અલીની આવનારી ફિલ્મ આજકલમાં પણ જોવા મળશે. જેમાં સારા તેના રુમર બોયફ્રેન્ડ કાર્તિક આર્યન જોડે રોમાન્સ કરતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp