18 કરોડની 'ગદર'એ કરેલી 133 કરોડની કમાણી, શું આ વખતે ઈતિહાસ રચશે સનીની 'ગદર-2'?

સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ફરી એકવાર ગદર-2 લઇને આવી રહ્યા છે. 2001માં પહેલીવાર તેમની ફિલ્મ ગદર રજૂ થઇ હતી. તે સમયે આ ફિલ્મે આશા કરતા વધારે કમાણી કરી હતી. તે સમયની આ સૌથી મોટી હિટ ફિલ્મ છે. અમુક લોકોને આ ફિલ્મની કાસ્ટિંગ પર શંકા હતી. ખાસ કરીને અમીષા પટેલનું નામ કોઇને પચેલું નહીં. લોકોનું માનવું હતું કે અમીષા આ ફિલ્મના પાત્રને ભજવી શકશે નહીં. તો તે સમયની મોટી અભિનેત્રીઓ આ ફિલ્મમાં કામ કરવા તૈયાર નહોતી.
ડિરેક્ટર અનિલ શર્માએ નવા ચહેરા પર દાવ લગાવ્યો અને અમીષા પટેલને ફાઇનલ કરી. તેમના આ વિશ્વાસ કામ આવ્યો અને આ ફિલ્મે ઈતિહાસ રચ્યો.
ક્યારે રીલિઝ થયેલી
ગદર-એક પ્રેમ કથા 15 જૂન 2001માં રીલિઝ થઇ હતી. આ ફિલ્મ લગભગ 18 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને ફિલ્મે બોક્સઓફિસ પર 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કમાણીના આ આંકડાથી તમે કહી શકો કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ. દર્શકોનો આ પ્રેમ જોતા 22 વર્ષ પછી ડિરેક્ટર ગદર-2 લઈને આવ્યા છે. જોવાનું એ રહેશે કે શું ફિલ્મનો બીજો પાર્ટ લોકોને પસંદ આવશે?
ગદર એક પ્રેમ કથા એટલી મોટી હિટ રહી હતી કે, 9 જૂન 2023ના રોજ જ્યારે ફિલ્મને ફરીવાર સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવી તો ત્યારે પણ દર્શકોનો એટલો જ ક્રેઝ જોવા મળ્યો હતો. 11 ઓગસ્ટના રોજ ગદર-2 રીલિઝ થઇ રહી છે. ફિલ્મને એડવાંસ બુકિંગમાં તો સારો પ્રતિસાદ મળ્યો છે પણ રિવ્યૂ કેવા મળે છે અને કમાણી કેટલી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
જણાવીએ કે, ગદર-2ની સીધી ટક્કર અક્ષય કુમારની ફિલ્મ OMG-2 સાથે થવા જઇ રહી છે. આ ફિલ્મ પણ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઇ રહી છે. જોવાનું એ રહેશે કે સની અને અક્ષયની આ બે ફિલ્મોમાંથી દર્શકો કોને વધુ પ્રેમ આપે છે. અક્ષયની ફિલ્મ પણ સીક્વલ ફિલ્મ છે. આ ફિલ્મમાં ખેલાડી કુમારે આ વખેત ભગવાન શિવનું રૂપ ધારણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp