સ્યૂસાઈડ કરવા માગતી હતી 'ગેમ ઓફ થ્રોન્સ'ની આ એક્ટ્રેસ

PC: instyle.com

ફેમસ ટીવી સીરિઝ ગેમ ઓફ થ્રોન્સની એક્ટ્રેસ અને સંબંધમાં બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નરે પોતાના જીવન સાથે સંકળાયેલા કેટલાક રહસ્યો પરથી પડદો ઉંચક્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે પહેલીવાર તે જો જોનાસને મળી હતી, ત્યારે તેની ઉંમર 20 વર્ષ હતી. તે દરમિયાન તે પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. તે એ સમયે માનસિકરીતે બીમાર હતી.

સોફીએ જણાવ્યું હતું કે, મને આ હાલમાં જોયા બાદ જો જોનાસે મને કહ્યું હતું, હું ત્યાં સુધી તારી સાથે ન રહી શકું, જ્યાં સુધી તું પોતાને પ્રેમ નહીં કરશે. પોતાના કરતા વધુ પ્રેમ તું મને કરે એ હું ન જોઈ શકું. સોફીએ વધુમાં જણાવ્યું હતું કે, જોએ કહેલી આ વાતોએ મારું જીવન બચાવ્યું છે.

જણાવી દઈએ કે, જ્યારે સોફી ગેમ ઓફ થ્રોન્સનો હિસ્સો બની હતી, ત્યારે તે માત્ર 13 વર્ષની હતી. તેણે જણાવ્યું હતું કે, વેબ સીરિઝમાં ડેબ્યૂ કર્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ મહત્ત્વ મળવા માંડ્યું હતું. સોફીનું માનવું છે કે, જો નાનપણમાં તેની પર્સનલ લાઈફ પબ્લિકની સામે ન આવી હોત તો તે હંમેશાં હેલ્ધી રહેતે.

સોફીએ એમ પણ જણાવ્યું હતું કે, લોકોનું તેના જીવનમાં હદ કરતા વધારે ડોકિયું અને તેને ક્રિટિસાઈઝ કરવાને કારણે તેનું જીવન વિખેરાઈ ગયું હતું. તે ખૂબ જ ડિપ્રેશ રહેવા માંડી હતી, ત્યાં સુધી કે તેણે સુસાઈડ કરવાનું પણ વિચાર્યું હતું. પરંતુ 19 વર્ષની ઉંમરમાં જ તેણે થેરાપી લેવાની શરૂ કરી દીધી હતી, ત્યારબાદ તેની લાઈફ સુધરવા માંડી.

તેણે જણાવ્યું હતું કે, 17 અને 18 વર્ષની ઉંમરમાં સૌનું મેટાબોલિઝમ કમજોર થઈ જાય છે. ઉંમરના આ પડાવ પર મારી સ્કીનમાં પણ બદલાવ આવવા માંડ્યો હતો, જેના વિશે લોકો કમેન્ટ કરવા માંડ્યા હતા. હું પણ પોતાની ઉંમર અને પોતાની બોડી વિશે જાણતી હતી અને હું હંમેશાં તેના વિશે જ વિચારો કર્યા કરતી હતી. કેલરીથી લઈને દરેક બાબતો વિશે વિચાર્યા કરતી હતી કે મેં આજે માત્ર નટ્સ જ ખાધા.

સોફીએ જણાવ્યું હતું કે, તેને કારણે મારા પીરિયડ્સ એક વર્ષ સુધી ના આવ્યા. આથી તે સમયે મેં થેરાપી લેવાનું વિચાર્યું. મને લાગે છે કે, તે ખૂબ જ જરૂરી છે કે દરેક વ્યક્તિએ થેરાપિસ્ટને મળવું જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp