માત્ર આઠ મહિનામાં આ રીતે બનાવો નવાબ જેવી બોડી

PC: twitter.com

ટાયગર જિંદા હૈ’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘ડોન ટુ’ જેવી ફિલ્મોમાં કામ કરનારા નવાબ શાહે અચાનક એક્ટ્રેસ પૂજા બત્રા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ બાબત કરતા તે આજકાલ તેની બોડીને લઈને ઘણો ચર્ચામાં આવી ગયો છે, જ્યાં તેના ફેન્સ એક જ ચર્ચા કરી રહ્યા છે કે આ માણસે આટલા ઓછા સમયમાં આવી ફીટનેસ બનાવી કઈ રીતે? જોકે આઠ માહિનાનો સ્ટ્રિક્ટ ડાયેટ ચાર્ટ અને જીમના નિયમિત વર્કઆઉટને તમે ફૉલો કરશો તો તમે પણ એના જેવી બોડી બનાવી જ શકો છો. તો ચાલો જાણીએ કે નવાબ જેવી પોલાદી બોડી બનાવવી હોય તો કયા પ્રકારની કસરતો કરવી જોઈએ.

નવાબ શાહ જેવી ચેસ્ટ બનાવવી હોય તો જીમમાં તમારે બેન્ચ પ્રેસ વિથ બારબેલ, સ્ટેન્ડિંગ અપર કેબલ ક્રોસઓવર, વન આર્મ પુશઅપ્સ અને ઈન્કલાઇન ડંબેલ ફ્લાઈ કરવું પડશે. તો તેના જેવા એબ્સ બનાવવા હોય તો તમારે નિયમિત સાયકલિંગની સાથે બોલ ક્રંચ, વર્ટિકલ લેગ ક્રંચ, લોંગ આર્મ ક્રંચ, પ્લેન્ક એક્સરસાઈઝ અને હીલ ક્રન્ચ કરવાની રહેશે.

8 मà¤⊃1;ीने में बनानी à¤⊃1;ै नवाब शाà¤⊃1; जैसी बॉडी? à¤⊃1;फ्ते में 5 दिन करें ये एक्सरसाइज

જોકે શોલ્ડરને શેપ આપવા માટે અત્યંત કપરી કસરત કરવાની હોય છે. આ માટે બારબેલ પ્રેસ, ડબલ ફ્રન્ટ રેઝ અને ડંબેલ લેટરલ રેઝ જેવી કપરી કસરતો કરવી પડે. આ સિવાય બાયચેપ્સ માટે સ્ટેન્ડિંગ ડંબેલ કલર્સ કે હેમર કંસ્ટ્રેશન જેવી એક્સરસાઈઝ તો થાઈઝ માટે ડેડલિફ્ટ, લેગપ્રેસ અને સ્ક્વોટ જેવી એક્સરસાઈઝ કરવી જરૂરી છે. જોકે આ તમામ એક્સરસાઈઝ કરતા પહેલા તમારી ફીટનેસ ચેક કરાવવી અત્યંત જરૂરી છે. તેમજ જે કોઈ એક્સરસાઈઝ કરો એ એક્સરસાઈઝ જીમ ટ્રેનરને પૂછીને જ કરવી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp