કિયારાએ કોમેડી ફિલ્મો અંગે તોડ્યું મૌન, કહ્યું- એકટર્સ માટે આવું કરવું...

PC: vogue.in

થોડા દિવસો પહેલા વિકી કૌશલ, ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'ગોવિંદા નામ મેરા નામ'નું ટ્રેલર રીલિઝ થયું છે. 'ગુડ ન્યૂઝ', 'ભૂલ ભુલૈયા', 'ઈન્દુ કી જવાની' પછી કિયારા અડવાણીની આ ચોથી કોમેડી જોનરની ફિલ્મ છે. જોકે અભિનેત્રીનું કહેવું છે કે કોમેડી ફિલ્મ કરવી એ કોઈપણ એક્ટર માટે સૌથી મુશ્કેલ કામ છે.

ગોવિંદા નામ મેરાની ટીમે કોમેડી ફિલ્મો અંગે પોતાના વિચારો રીજૂ કર્યા હતા. ભૂમિ પેડનેકર કહે છે કે સેટ મજાનો હોય છે, પરંતુ અમે અમારું કામ ગંભીરતાથી કરતા હોઈએ છીએ. કિયારાએ આ મુદ્દા વિશે કહ્યું કે એક એક્ટર તરીકે કોમિક રોલ કરવો મુશ્કેલ કામ છે.

કોમેડી થ્રિલર ફિલ્મ ગોવિંદા નામ મેરા શશાંક ખેતાને લખી અને ડાયરેક્ટ કરી છે. કરણ જોહર આ પ્રોડ્યુસર છે. કિયારા અડવાણીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે એક્ટર માટે કોમિક રોલ ભજવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ કિયારા સાથે સંમત થયા.

કિયારાના કહેવા પ્રમાણે, કોમેડી ફિલ્મોને ઘણીવાર પૂરતી ક્રેડિટ મળતી નથી. જ્યારે શશાંક ખેતાને કહ્યું કે કોમેડી સિનેમામાં સૌથી મુશ્કેલ અંદાજ છે. શશાંક કહે છે કે દરેકને લાગે છે કે કોમેડી સરળ છે જ્યારે એવું નથી. કિયારા અડવાણીએ કહ્યું હતું કે કોમેડી ફિલ્મોને ક્યારેય ક્રેડિટ મળતું નથી. કલાકારો માટે આ કરવું સરળ નથી.

શશાંક ખેતાને કહ્યું કે લોકોને હસાવવું આસાન નથી. તેમના મતે કોમેડી કરવી સૌથી મુશ્કેલ છે. કોઈપણ અભિનેતા, લેખક કે ડાયરેક્ટરને પૂછો તો કોમેડી ફિલ્મોનું લેખન, અભિનય અને ડાયરેક્ટ એ સૌથી મુશ્કેલ કામ છે. જ્યારે કોમેડી લેંડ નથી થાતી, ત્યારે લોકો ચિડાઈ જાય છે અને કહે છે કે આ શું બકવાસ છે.

શશાંક ખેતાન દ્વારા લિખિત અને ડાયરેક્ટ ગોવિંદા મેરા નામ ઓટીટી પર રીલિઝ થવા જઈ રહી છે. તે ડિઝની પ્લસ હોટસ્ટાર પર 16 ડિસેમ્બરે રીલિઝ થશે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp