સજીવ ખેતી પર ગુજરાતી ફિલ્મ બની

સજીવ ખેતી પર કચ્છના ભૂજ તાલુકાના કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું નિર્માણ કરાયું છે, જે 28 સપ્ટેમ્બરથી ગુજરાતભરના સિનેમાઘરોમાં રીલિઝ થશે. 'જાગ્યા ત્યારથી સવાર' ફિલ્મનું ફિલ્માંકન રામકૃષ્ણ ટ્રસ્ટમાં માધાપર અને કુકમામાં કરાયું છે. મોટાભાગના કલાકારો કચ્છના છે. મહેશભાઈ અને મનોજભાઈ સોલંકી સજીવ ખેતી ક્ષેત્રે બે દાયકાથી કામ કરે છે.

રસાયણ આધારિત ખેતીના લીધે ગુજરાતની જમીન ખરાબ થઈ રહી છે. જમીન અને લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. ખેતીમાં વળતર ન મળતા ખેડૂતો ખેતી છોડી રહ્યાં છે. નવી પેઢીને ખેતી કરવી નથી. આ વિષય પર સુનિલ માંકડ અને દીપ ધોળકિયાએ આ ચલચિત્રની વાર્તા લખી છે, સનીકુમાર પરીખનું નિર્દશન છે.

અત્યંત આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી બનેલી આ ફિલ્મ થીમ બેઝડ છે. કલાકાર કે વાર્તાના આધારે આ ચલચિત્ર નથી. 20 વર્ષનો જૈવિક ખેતીનો અનુભવ ફિલ્મમાં ઉતારવામાં આવ્યો છે. ભવિષ્યમાં પર્યાવરણના મુદ્દે પણ ચલચિત્ર બનાવશે. કચ્છના જાણીતા કવિ મહેશ સોલંકીએ ગીતો લખ્યા છે. મુખ્ય ભૂમિકામાં રાધે વરુ, વિલન પ્રકાશ શુક્લ, હિરોઈન તરીકે કંવલજીત ટફ, ગુજરાતી ફિલ્મના પીઢ અભિનેતા દેવેન્દ્ર પંડિત પણ મુખ્ય પાત્રોમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp