રેપ કલ્ચર પર આધારિત ફિલ્મ ‘ગલી બોય’ જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: theglobeandmail.com

પ્રવાહની વિરુદ્ધ જઈને ફિલ્મો બનાવવા માટે પ્રખ્તાય ઝોયા અખ્તર ફિલ્મી પડદા પર સ્ટ્રીય રેપર્સના સંઘર્ષની સ્ટોરી લઈને આવી છે. ‘ગલી બોય’ની સ્ટોરીની વાત કરીએ તો આ મુંબઈના ધારાવીમાં રહેતો મુરાદ (રણવીર સિંહ)ની સ્ટોરી છે. જે ગરીબીથી ઉપર ઉઠીને કંઈક નવુ કરવાના સપના જુએ છે. સફીના (આલિયા ભટ્ટ) મુરાદની ગર્લફ્રેન્ડ છે. જે સારા પરિવારમાંથી આવે છે. બંનેના સ્ટેટસમાં આસમાન-જમીનનો ફરક છે, આથી તેઓ ચોરીછૂપેથી રોમાન્સ કરે છે. દરમિયાન મુરાદના પિતા શાકિર (વિજય રાજ) બીજા લગ્ન કરે છે. જેને કારણે પોતાની મમ્મીની દયનીય હાલત જોઈને તે દુઃખી રહે છે. મુરાદના જીવનમાં યુ-ટર્ન જાણીતા રેપર એમ. સી. શેર (સિદ્ધાંત ચર્તુવેદી)ના આવ્યા બાદ આવે છે. નોકરી અને રેપ પ્રેક્ટિસની વચ્ચે પછી કઈ રીતે મુરાદના જીવનમાં નવો વળાંક આવે છે એ જાણવા માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે.

ટ્રેલર જોતા એવુ લાગ્યુ હતુ કે, ગલી બોયની સ્ટોરીમાં માત્ર રણવીર જ છવાયેલો રહેશે. પરંતુ એવુ નથી. મુવીમાં આલિયા ભટ્ટ અને સિદ્ધાંત ચતુર્વેદીને પણ બરાબર સ્પેસ મળી છે. ઘણા સીન્સમાં આલિયા અને સિદ્ધાંત, રણવીર પર ભારી પડ્યા છે. તેમજ સિદ્ધાંત અને આલિયા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, ત્યારે છવાઈ જાય છે. બોલ્ડ, અગ્રેસિવ અને હઠીલી છોકરીના રોલમાં આલિયાનો અભિનય દમદાર છે.

ફિલ્મનો સૌથી મજબૂત પક્ષ કલાકારોની શાનદાર એક્ટિંગ અને ગીતો છે. રેપ કલ્ચરના દીવાનાઓ માટે આ ફિલ્મ ટ્રીટ છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહની ફ્રેસ જોડી અસરદાર છે. તેમના ફેન્સ તેમને ફરીવાર અન્ય મુવીમાં ચોક્કસપણે સાથે જોવા ઈચ્છશે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી અકદમ સિમ્પલ છે. તેમજ મુવીમાં એન્ટરટેઈન્મેન્ટ અને બોલિવુડ ફિલ્મોનો હિટ મસાલો જોવા નહીં મળશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો કંટાળાજનક છે. સેકન્ડ હાફ થોડી સ્પીડ પકડે છે, પરંતુ વચ્ચે સ્ટોરી ફરી સ્લો થઈ જાય છે. મુવી દર્શકોને બાંધી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ છે. તેમજ તેનો ક્લાઈમેક્સ પણ નિરાશાજનક છે.

ફિલ્મને મળ્યાં આટલા સ્ટાર્સ

આજતકઃ 2 સ્ટાર્સ

હિંદુસ્તાન ટાઈમ્સઃ 4 સ્ટાર્સ

ઈન્ડિયન એક્સપ્રેસઃ 3.5 સ્ટાર્સ

NDTV: 3 સ્ટાર્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 4 સ્ટાર્સ

ફિલ્મઃ ગલી બોય

ડિરેક્ટરઃ ઝોયા અખ્તર

પ્રોડ્યૂસરઃ રિતેશ સિધવાની, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર

કાસ્ટઃ રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કલ્કી કોચલીન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp