હાર્દિકનું સોન્ગ વાયરલ: સાંભળશો તો ઝૂમી ઉઠશો

PC: instagram
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા મેદાનમાં સુપર સ્ટાર છે તો મેદાનની બહાર રોક સ્ટાર છે. મેદાનમાં તે બેટથી વાર કરે છે તો મેદાનની બહાર મ્યુઝીથી કોઈને ડોલવા મજબુર કરે છે. પંડયાનું એક ગીત હાલમાં વાયરલ થયું છે. પંડ્યા સ્ટેજ પર બેન્ડ સાથે પર્ફોર્મ કરતા નજરે પડે છે. વેલેન્ટાઈન ડે માટે ખાસ તૈયાર કરાયેલુ ગીત ઈનસ્ટાગ્રામ પર ધુમ મચાવી રહ્યું છે. સોન્ગના શબ્દો છે ચલ. પલટ આજા મેરે દિલ કે કરીબ..વિરાટના આ રોક સ્ટારનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને તેની ફેન ફોલોઅીંગ પણ વધી રહી છે.
 સાંભળો હાર્દિકનું સોન્ગ...
 
 તાજેતરમાં રમાયેલી મેચોમાં હાર્દિક કશું ઉકાળી શક્યો ન હતો.  પાંચમી વન ડેમાં હાર્દિક ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. પરંતુ બોલીંગમાં કમાલ કરી દેખાડ્યો હતો. 9 ઓવરમાં 2 વિકેટ ખેરવી હતી. તે ખરેખર મેચ હતો.
આશા છે કે હવે જે પ્રકારે ઈનસ્ટાગ્રામ પર સોન્ગ સુપરહિટ થઈ રહ્યું છે તેવી રીતે ગ્રાઉન્ડ પર પણ હવે રોક સ્ટારી કરી દેખાડશે. હવે પછીની મેચમાં હાર્દિકનું બેટ રન બ્લાસ્ટ કરશે એવી અપેક્ષા રાખવામાં કશું ખોટું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp