જાણીતી TV અભિનેત્રી લીના આચાર્યનું નિધન, આ હતું કારણ

PC: aajtak.in

જાણીતી ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું શનિવારે દિલ્હીમાં નિધન થયું છે. કિડની ફેઈલ થઈ જતા લીનાનું મોત નીપજ્યું છે. લીનાએ ઘણી પોપ્યુલર ટીવી સીરિયલ્સ અને વેબ સીરિઝમાં કામ કર્યું છે. વેબ સીરિઝ 'ક્લાસ ઓફ 2020'માં કામ કર્યું હતું. જ્યારે ટીવી શૉ 'શેઠજી', 'આપ કે આ જાને સે' અને 'મેરી હાનિકારક બીવી'માં કામ કર્યું છે.

આ સિવાય તેણે રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'માં પણ સારૂ એવું કામ કર્યું છે. છેલ્લા એક વર્ષથી લીના કિડનીની બીમારી સામે જંગ લડી રહી હતી. લીનાનો જીવ બચાવવા માટે એની માતાએ એને કિડની ડોનેટ પણ કરી હતી. તેમ છતાં તે બચી શકી ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી લીના દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. લીનાનું નિધન થતા ટીવી ઘણા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. એક્ટર રોહન મેહરાએ લીનાને યાદ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ સાથે ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટમાં રોહને લખ્યું હતું કે, તમારી આત્માને શાંતિ મળે લીના મેડમ, ગત વર્ષે આપણે આ સમયે 'ક્લાસ ઓફ 2020'નું શુટિંગ કરી રહ્યા હતા. તમે ખૂબ યાદ આવશો. જ્યારે અભિષેક ભાલેરાવે પણ એમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણી લીના સાથે થયેલી અંતિમ વખતની વાતનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં લીના કહે છે કે, આ વર્ષે તે આરામ કરશે અને આગામી વર્ષે તે મુંબઈ આવશે.

  

લીનાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લીના સાથે કામ કરી ચૂકેલા કલાકારોએ પણ એમના મૃત્યુની વાત ઝડપથી વિશ્વાસ કરતા ન હતા. પહેલા એવા સમાચાર મળ્યા હતા કે લીનાનું મૃત્યું કોરોના વાયરસને કારણે થયું છે. પણ પછી એવી સ્પષ્ટતા સામે આવી કે, એમનું નિધન કિડની ફેઈલ થવાને કારણે થયું છે. લીનાએ તા. 3 નવેમ્બરના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અંતિમ પોસ્ટ શેર કરી હતી. આ તસવીરમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોમાં તેણે ગુલાબી સાડી પહેરી છે. આ પોસ્ટમાં કોઈ પ્રકારનું કેપ્શન નથી. એમના નિધનથી ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp