મુંબઈમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, અભિનેત્રીની ધરપકડ, 3 મોડલને...

PC: filmycharcha.com

મુંબઈ પોલીસે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં દરોડા બાદ એક ભોજપુરી અભિનેત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુમન કુમારી નામની આ ભોજપુરી અભિનેત્રી હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં વચેટિયા તરીકે કામ કરતી હતી.

મુંબઈ પોલીસની સમાજ સેવા શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આરે કોલોની વિસ્તારમાં આવેલી રોયલ પામ હોટલમાં સેક્સ રેકેટની માહિતી મળી હતી. પોલીસે એક નકલી ગ્રાહકને સુમન કુમારી નામની ભોજપુરી અભિનેત્રી પાસે મોકલ્યો હતો. સુમન કુમારીએ તે નકલી ગ્રાહક સાથે ડીલ કરી, જેમાં તેણે દરેક મોડલ માટે 50 થી 80 હજાર રૂપિયા માંગ્યા.

સુમન કુમારીએ નકલી પોલીસ ગ્રાહકને આરે કોલોની સ્થિત રોયલ પામ હોટલમાં મોકલ્યો હતો. મોડેલો અહીં પહેલેથી જ હાજર હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર પૈસા લેતા સુમન કુમારીની ધરપકડ કરી હતી. હોટલમાંથી 3 મોડલને પણ બચાવી લેવાઈ હતી.

એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'બચાવાયેલી ત્રણેય મોડલ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે દેશના વિવિધ ભાગોમાંથી મુંબઈ આવી હતી. તેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી અને તેમણે જીવન જીવવા માટે માટે પૈસાની જરૂર હતી. આનો ફાયદો ઉઠાવીને એક્ટ્રેસે તેને દેહવ્યાપારના દલદલમાં ધકેલી દીધી. સુમન કુમારીએ આ મહિલાઓને ફિલ્મોમાં કામ કરાવવાનું વચન પણ આપ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, સુમન કુમારી એક ભોજપુરી અભિનેત્રી છે જે ગ્રાહકોને મોડલ સપ્લાય કરે છે. આ મોડલ્સ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી, સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહેલી આ મોડલ્સને પૈસાની જરૂર હતી. સુમન કુમારીએ તેનો સંપર્ક કર્યો અને તેને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યું.

એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં વચેટિયાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સુમન કુમારીએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. 'લૈલા મજનૂ' સિવાય સુમને 'બાપ નંબરી બેટા દસ નંબરી' જેવા ભોજપુરી કોમેડી શો પણ કર્યા છે. આ સિવાય અભિનેત્રીએ બૂમ OTT ચેનલ પર પણ કામ કરી ચુકી છે.

મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ અભિનેત્રીની ધરપકડ કરી છે. પોલીસની તપાસ મુજબ, સુમન કુમારી છેલ્લા 6 વર્ષથી મુંબઈમાં રહે છે, પરંતુ તે આ સેક્સ રેકેટના ધંધામાં ક્યારથી છે તેની માહિતી હાલમાં મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp