PM મોદીનું કામ કેવું છે? જાણો અક્ષય કુમારે 10માંથી કેટલા નંબર આપ્યા?

અક્ષય કુમાર ચર્ચાનો વિષય બની રહે છે. તેની ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત બચાવ’ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નથી. આવી સ્થિતિમાં તે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે અને તેને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી રહ્યો છે. તાજેતરમાં તેણે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામને રેટ કર્યું હતું. આટલું જ નહીં તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન પીએમઓના વખાણ પણ કર્યા હતા.
વડાપ્રધાનને આપ્યું આટલું રેટિંગ: અક્ષય કુમારે નેશનલ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘હું 10માંથી 10 માર્ક્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીશ. માણસ સારું કરી રહ્યો છે, બધું સારું છે, તો પછી હું શા માટે તેમના માર્ક્સ ઓછા કરું. આપણી અર્થવ્યવસ્થા સારી છે. આપણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. તેમના કાર્યકાળ દરમિયાન વસ્તુઓ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. જો બધું સારું છે તો હું કેમ તેમને પૂરા માર્ક્સ ન આપું.
વરસાવ્યા પ્રસંશાના પુષ્પો: અક્ષય કુમારે PM મોદી વિશે કહ્યું, ‘મારા માટે સૌથી સારી વાત એ હતી કે જ્યારે હું ઈન્ટરવ્યુ માટે ગયો ત્યારે ન તો PMO કે અન્ય કોઈએ મને પ્રશ્નોની યાદી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘તમે જે ઇચ્છો તે પૂછી શકો છો. હું એક માણસ તરીકે વડાપ્રધાનને સંપૂર્ણ રેટિંગ આપીશ. તેઓ ખૂબ જ મહાન વ્યક્તિ છે. જો તેઓ ધારત તો તે ઈન્ટરવ્યુ એડિટ કરાવી શક્યા હોત. પરંતુ, તેમણે એક પણ પ્રશ્ન દૂર કર્યો ન હતો. તેમણે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા અને તમામ પ્રશ્નો અંતિમ વીડિયોમાં પણ કોઈ પણ કાપકૂપ વિના પ્રસારિત કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp