કેવો છે બાહુબલી પ્રભાસ અને દેવસેના અનુષ્કા શેટ્ટીનો ઓફ સ્ક્રીન રોમાન્સ?

PC: hindustantimes.com

જેમ બાહુબલી ફિલ્મમાં તેના બે મુખ્ય કલાકારો પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી એટલેકે બાહુબલી ખુદ અને દેવસેનાનો રોમાન્સ જોઇને આપણે બધા આકર્ષિત થયા હતા તેવીજ રીતે હાલમાં તેમની રીલ નહીં પરંતુ રીયલ લાઈફ પ્રેમકહાણીની ચર્ચા અત્યારે જોરમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હોટ હોટ કપલ આવતે વર્ષે સગાઈ કરી શકે છે.

મજાની વાત તો એ છે કે આ અગાઉ પણ આ કપલ વચ્ચે પ્રેમ થયો હતો અને બ્રેકઅપ પણ થઇ ચૂક્યું છે. 2005માં તેલુગુ ફિલ્મ સુપર દ્વારા પોતાની કરિયર શરુ કરનાર અનુષ્કાએ પ્રભાસ સાથે 2009માં બિલ્લા ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું અને આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ બંને એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા. પછી જેમ બને છે તેમ મીડિયામાં આ સંબંધ વિષે ખૂબ ચર્ચા થવા લાગી અને બંને બહુ જલ્દીથી લગ્ન કરી લેશે તેવી ખબરો પણ આવવા લાગી. પણ અચાનક જ થોડા મહિનામાં જ આ સંબંધ હવે પૂરો થઇ ગયો હોવાનું જણાવવામાં આવ્યું. આ સમાચાર બાદ એક અફવા એવી પણ આવી કે પ્રભાસ આંધ્ર પ્રદેશના મોટા બિઝનેસમેનની પૌત્રી સાથે લગ્ન કરવા માની પણ ગયો હતો. આ એક એરેન્જડ મેરેજ હતા પરંતુ પ્રભાસને બાહુબલીનો ઓફર મળતા લગ્ન પાછા ઠેલવામાં આવ્યા હતા.

આપણે જાણીએ જ છીએ કે બાહુબલીમાં ફરીથી પ્રભાસ અને અનુષ્કા એકબીજાની સાથે આવ્યા. ફિલ્મના પ્રથમ હિસ્સામાં જો કે પ્રભાસની પ્રેમિકા તરીકે તમન્ના હતી જ્યારે અનુષ્કાએ પ્રભાસની માતાનો રોલ કર્યો હતો. એક વાત એવી પણ છે કે પ્રભાસને જ્યારે ખબર પડી કે બાહુબલીમાં અનુષ્કાને પણ સાઈન કરવામાં આવી છે ત્યારેજ તેણે પોતાના લગ્ન પાછા ઠેલ્યા હતા. બીજી તરફ જ્યારે તેને એમ ખબર પડી કે અનુષ્કા પણ લગ્ન કરવાની ફિરાકમાં છે ત્યારે તેણે મિત્રદાવે અનુષ્કાના લગ્ન પણ પાછા ઠેલવવાની તેને ફરજ પાડી હતી જેથી તેનું સમગ્ર ધ્યાન ફિલ્મ પર જ રહે. અનુષ્કાએ પણ હકીકત સમજીને પોતાના લગ્ન પરત ઠેલી દીધા હતા.

આમ બ્રેકઅપ બાદ પણ અનુષ્કા અને પ્રભાસ એકબીજાના મિત્રો બની રહ્યા હતા અને એકબીજાની સલાહનો આદર કરે છે. હવે ફરીથી એ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે અને વાત ફરીથી લગ્ન સુધી પહોંચી છે. જોવાનું એ રહેશે કે બાહુબલીના શૂટિંગ માટે બંનેએ જે રીતે પોતાના લગ્ન પાછા ઠેલ્યા હતા તેનું શું થશે? શું તેમના થનારા પત્ની અને પતિ પ્રભાસ અને અનુષ્કાના નિર્ણય સાથે સહમત થશે કે પછી બંનેમાંથી એક અથવા તો બંને કોઈ વિવાદ ઉભો કરશે?

ગમે તે હોય પણ પ્રભાસ અને અનુષ્કાના સંબંધો ખરેખર રસપ્રદ રહ્યા છે અને હવે એ જોવાનું છે કે આટલા બધા વળાંકોમાંથી પસાર થઇ ચૂકેલો આ સંબંધ હવે કોઈ અન્ય વળાંકમાંથી પસાર થશે કે બંને સમાચાર મળ્યા અનુસાર આવતે વર્ષે સગાઈ કરશે અને પછી લગ્ન?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp