'દસ કા દમ'ના પ્રોમોમાં સલમાનની કિસથી કેવી રીતે બદલાઈ યોગિતાની લાઈફ, જાણો

લાઈફ એટલે શું. યોગ્ય સમય પર યોગ્ય તક મળવી અને તેને ઝડપી લેવાની ક્ષમતા હોવી. આ વાક્ય યોગિતા બિહાની માટે એકદમ પરફેક્ટ છે. જેણે હાલમાં જ એક મોટું અસાઈનમેન્ટ હાસંલ કર્યું છે. યોગિત ટૂંક સમયમાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવીઝન શો 'દિલ હી તો હૈ'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. પરંતુ તેના પહેલા તેણે હાલમાં જ ટોલિવુડ સ્ટાર નાગાર્જુન સાથે એક એડનું શૂટિંગ કર્યું છે.

યોગિતા બિહાની સલમાન ખાન સાથે તેના આગામી રિયાલીટી શો 'દસ કા દમ'ના પ્રોમોમાં જોવા મળી હતી. યોગિતાએ ઘણી એડ કરી છે પરંતુ નવા કલાકારને સલમાન જેવા અભિનેતા સાથે કામ કરવાની તક વારં-વાર મળતી નથી. તેના પછી તેને એક્તા કપૂરના શોમાં મુખ્ય ભૂમિકા મળી ગઈ હતી. આ બધું યોગિતા માટે તેના સપનાને સાચું થતું હોવા જેવું છે.

પોતાની લાઈફ અચાનક આટલી બદલાઈ જવા બદલ યોગિતાએ કહ્યું હતું કે, આ મારી લાઈફનો સૌથી નસીબદાર મહિનો હતો. હું છેલ્લા ઘણા સમયથી એક્ટિંગમા મારી કિસ્મત અજમાવી રહી હતી પરંતુ મહિનાઓ સુધી સંઘર્ષ કર્યા પછી મને આટલી સમળતા મળી છે અને અત્યારે હું સાતમા આકાશમાં હોવ તેવું લાગે છે.

સલમાન સાથે કામ કરવાનું મારી લાઈફનો અત્યાર સુધીનો સૌથી સારો અનુભવ છે. દરેક કલાકારને આ તક સરળતાથી મળતી હોતી નથી. સલમાન સાથે કામ કર્યા પછી નાગાર્જુન જેવા સ્ટાર સાથે કામ કરીને પણ હું સાતમાં આકાશમાં ઉડી રહી હોવ તેવું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp