'કોઇને કહેતા નહિ બોડી આ રીતે બને, નહિ તો કોઇ બનાવશે નહીં', જુઓ વીડિયો

PC: twitter.com/iHrithik

યશરાજ બેનરની ફિલ્મ ‘વૉર’ તો દિવસે ને દિવસે વધુ ને વધુ કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં રિતિક રોશનના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે, પરંતુ આ ફિલ્મના રોલ માટે રિતિક રોશને કેટલી મહેનત કરી છે, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

 
 
 
View this post on Instagram

Transformation film

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

તાજેતરમાં જ રિતિક રોશને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેવી રીતે પોતાની બોડીને ‘વૉર’ ફિલ્મ માટે શૅપમાં લાવી તે અંગે દર્શાવવામાં આવ્યું છે. સુપર 30 ફિલ્મ માટે ઘણું વજન વધારનારા રિતિક રોશને ‘વૉર’ ફિલ્મ માટે જે મહેનત કરી છે, તે કાબીલ-એ-દાદ છે.

આ વીડિયોમાં રિતિકે એટલી મહેનત કરી છે કે, તે પોતે જ કહે છે કે, કોઇને કહેતા નહીં કે બોડી કેવી રીતે બને છે, કોઇ બનાવશે નહીં. આ વીડિયો બાદ રિતિકના ચારેબાજુ વખાણ થઇ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp