હુમા કુરેશી તેનાં બોલ્ડ ફોટોને કારણે થઈ ટ્રોલ

PC: instagram.com/iamhumaq/

પોતાનાં બોલ્ડ સ્ટેટમેન્ટ્સ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહેનારી હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર એક એવો ફોટો શેર કર્યો છે, જેને કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. નવાઈની વાત તો એ છે કે એક તરફ મહિલાઓ પોતાની સાથે થતાં દુર્વ્યવહાર વિરુદ્ધ #MeTooની સાથે અવાજ ઉઠાવી રહી છે, તો કેટલાક ટ્રોલ કરનારા લોકો હજુ પણ અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહ્યાં છે.

 
 
 
View this post on Instagram

Good Morning ... @sashajairam @theanisha @ajayvrao721 @susanemmanuelhairstylist #morning #humaqureshi

A post shared by Huma Qureshi (@iamhumaq) on

જે ફોટાને કારણે હુમાને ટ્રોલ કરવામાં આવી રહી છે, તેમાં હુમા સફેદ રંગનાં કોટમાં છે. પરંતુ, તેણે કોટ ઉંધો પહેર્યો છે, જેને કારણે તેની બેક દેખાઈ રહી છે. આ ફોટામાં હુમા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. લુકની સાથે તેનાં એક્સપ્રેશન પણ કાતિલ લાગી રહ્યાં છે.

હુમાને ટ્રોલ કરનારા લોકો મોટાભાગે એક જ સમુદાયનાં હોય તેવું લાગી રહ્યું છે. તેમનું કહેવું છે કે હુમાએ પોતાનાં ધર્મનાં નિયમોનું પાલન કરવું જોઈએ, તો કેટલાક લોકોએ તો તેને ધર્મ પરિવર્તન કરાવવાની સલાહ પણ આપી દીધી. તો કેટલાક લોકોએ તેની આંખોને બિલાડી તેમજ સિંહની આંખો સાથે સરખાવી હતી. જણાવી દઈએ કે, હુમાને તેનાં ડ્રેસઅપને કારણે અગાઉ પણ ટ્રોલ કરવામાં આવી છે અને હુમાએ તે લોકોને જવાબ પણ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp