'જો સૈફે દરમિયાનગીરી ન કરી હોત તો...', જાણો કરીનાએ મુંબઈ પોલીસને શું કહ્યું?

મુંબઈ પોલીસ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આયા પછી હવે કરીના કપૂરે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. કરીનાએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે, સૈફે એકલા હાથે હુમલાખોરનો સામનો કર્યો. તેણે ઘરની બધી સ્ત્રીઓને ઇમારતના 12મા માળે મોકલી દીધી. જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો કંઈ પણ થઈ શક્યું હોત.
કરીનાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે સૈફે બાળકો અને મહિલાઓને 12મા માળે મોકલી દીધા હતા. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે સૈફે દરમિયાનગીરી કરી, ત્યારે હુમલાખોર જહાંગીર (સૈફ-કરીનાનો નાનો પુત્ર) સુધી પહોંચી શક્યો નહીં. કરીનાએ એમ પણ કહ્યું કે, હુમલાખોરે ઘરમાંથી કંઈ ચોરી નથી કરી, પરંતુ તે ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર ઘણી વાર હુમલો કર્યો, હુમલા પછી હું ડરી ગઈ હતી, તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ.
આ અગાઉ, સૈફ-કરીનાના બાળકો તૈમૂર-જેહની આયાએ જણાવ્યું હતું કે, હુમલાના દિવસે ખરેખર શું થયું હતું? આયાએ જણાવ્યું કે, તે છેલ્લા 4 વર્ષથી તેમના ઘરમાં કામ કરી રહી છે. નૈનીએ કહ્યું, 15 જાન્યુઆરીની રાત્રે 2 વાગ્યે હું એક અવાજ સાંભળીને જાગી ગઈ, બાથરૂમની લાઈટ ચાલુ હતી. જ્યારે હું જોવા ગઈ, ત્યારે એક વ્યક્તિ બહાર આવ્યો, તે જેહની પાસે જઈ રહ્યો હતો. આ જોઈને, હું ઝડપથી ઉભી થઇ અને બાળક પાસે ગઈ, તેણે આંગળીથી ઈશારો કરીને કહ્યું કે, કોઈ અવાજ નહીં કરતી. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મારા પર હુમલો કર્યો. તેણે એક કરોડ રૂપિયાની માંગણી કરી. આ અવાજ સાંભળીને સૈફ અને કરીના દોડીને આવી ગયા, પરંતુ આરોપીએ સૈફ પર પણ હુમલો કર્યો. આ ઘટનામાં સૈફને ઘણી જગ્યાએ ઈજા થઈ હતી.
આરોપીની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે; CCTV ફૂટેજમાં તેનો ચહેરો પણ દેખાય છે. હુમલા પછી તે સીડીઓ પરથી ઉતરીને બહાર દોડી ગયો.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 15 જાન્યુઆરી, બુધવારે મોડી રાત્રે એક અજાણ્યા હુમલાખોરે ચાકુ વડે હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું કે, એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો અને ત્યાં હાજર નોકરાણી સાથે દલીલ કરવા લાગ્યો. સૈફ અલી ખાન બંને વચ્ચે આવ્યો અને તે માણસને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગુસ્સામાં તે વ્યક્તિએ સૈફ અલી ખાન પર જ હુમલો કરી દીધો. બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ દરમિયાન તેણે સૈફ પર છ વાર ધારદાર વસ્તુથી હુમલો કર્યો.
આ હુમલામાં બાળકોની આયા પણ ઘાયલ થઈ હતી. હુમલાખોર ભાગી ગયા પછી, સૈફ પોતે તૈમૂર સાથે ઓટોમાં હોસ્પિટલ ગયો. તેણે ગાર્ડ્સને સ્ટ્રેચર લાવવા કહ્યું અને કહ્યું કે તે સૈફ અલી ખાન છે. સૈફ હાલમાં લીલાવતી હોસ્પિટલના ખાસ રૂમમાં દાખલ છે. તેમની સર્જરી થઈ છે. ડોક્ટરોએ તેમના કરોડરજ્જુ નજીકથી 2.5 ઇંચનો છરીનો ટુકડો કાઢ્યો છે.
આજે ત્રીજો દિવસ છે, પરંતુ પોલીસ હજુ પણ હુમલાખોરને શોધી રહી છે. પોલીસે હુમલાખોરને પકડવા માટે 35 ટીમો તૈનાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp