ભારતની બે ડોક્યુમેન્ટરીને મળી જગ્યા, જુઓ ઓસ્કર 2023 નોમિનેશનનું આખું લિસ્ટ

PC: euronews.com

75મા એકેડમી એવોર્ડ્સ માટે નોમિનેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓસ્કર નોમિનેશનમાં RRRની એન્ટ્રી થઈ ગઈ છે. ગોલ્ડન ગ્લોબ પછી હવે ફરીથી ફિલ્મે પોતાનો જાદુ વિખર્યો છે. 'નાટ નાટુ' ગીતને બેસ્ટ ઓરિજીનલ સોન્ગની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ભારત માટે આ વધુ એક ખુશીની વાત કહી છે.

આ સાથે જ ભારતની બે ડોક્યુમેન્ટ્રીઝ 'ઓલ ધ બ્રીથ્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર માટે નોમિનેટ થઈ છે તો 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ થઈ છે. સૌથી વધારે નોમિનેશન હોલિવુડ ફિલ્મ એવરિથિંગ એવરિવ્રેર ઓલ એટ વન્સને મળ્યું છે. કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી.

બેસ્ટ પિક્ચર માટે 'ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', 'અવતાર-ધ વે ઓફ વોટર', 'ધ બેન્સીસ ઓફ ઈનસીરીન', 'એલ્વીસ', 'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ', 'ધ ફેબલમેન્સ', 'ટાર', 'ટોપગનઃ મેવરીક', 'ટ્રાયેંગલ ઓફ સેડનેસ', 'વુમન ટોકિંગ'નો સમાવેશ થાય છે.

બેસ્ટ ડાયરેક્ટરમાં માર્ટીન મેકડોનાહ- 'ધ બેન્સીસ ઓફ ઈનસીરીન', ધ ડેનિયલ્સ- 'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ', સ્ટીફન સ્પીલબર્ગ-'ધ ફેબલમેન્સ', ટોડફીડ-'ટાર', રુબેન ઓસ્ટલન્ડ-'ટ્રાયેંગલ ઓફ સેડનેસ'નો સમાવેશ થાય છે.

બેસ્ટ એક્ટ્રેસ તરીકે કેટ બ્લેનસેટ-'ટાર', એના ડી આર્મીસ-'બ્લોન્ડ', એન્ડ્રીયા રાઈસબોરો-'ટુ લેસ્લી', મિશેલ વિલિયમ્સ-'ધ ફેબલમેન્સ', માઈકેલી યેઓહ-'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ' સામેલ છે.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના નોમિનેશનમાં બ્રેન્ડન ગ્લીસન- 'ધે બેન્સીસ ઓફ ઈનસીરીન', બ્રેન ટેલર હેનરી- 'કોઝવે', જુડ હિર્સ્ર્ચ- 'ધ ફેબલમેન્સ', બેરી કિઓઘન- 'ધ બેન્સીસ ઓફ ઈનસીરીન' અને કુ હે કુઆન- 'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ' સામેલ છે.

બેસ્ટ સપોર્ટીગ એક્ટ્રેસના નોમિનેશનમાં એન્જેલા બેસેટ-'બ્લેક પેન્થરઃ વાકાન્ડા ફોરેવર', હોંગ ચાઉ- 'ધ વ્હેલ', કેરી કોન્ડોન- 'ધ બેન્સીસ ઓફ ઈનસીરીન', જેમી લિ કર્ટીસ- 'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ' અને સ્ટેફની હુ- 'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ' સામેલ છે.

બેસ્ટ રાઈટિંગમાં 'ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', 'ગ્લાસ ઓનિયનઃ અ નાઈવ્સ આઉટ મિસ્ટ્રી', 'લિવિંગ', 'ટોપ ગનઃમેરવીક', 'વુન ટોકિંગ', 'ધ બેન્સીસ ઓફ ઈનસીરીન', 'એવ્રીથિંગ એવ્રીવેર ઓલ એટ વન્સ', 'ધ ફેબલમેન્સ', 'ટાર', 'ટ્રાયેંગલ ઓફ સેડનેસ' સામેલ છે.

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મમાં 'ગુલૈઈર્મો ડેલ ટોરોસ પીનોચીઓ', 'માર્સેલ ધ શેલ વીથ શુઝ ઓન', 'પુસ ધ બુટ્સઃ ધ લાસ્ટ વીશ', 'ધ સી બીસ્ટ', 'ટર્નિંગ રેડ' સામેલ છે. બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મમાં 'ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', 'આર્જેન્ટીના 1985', 'ક્લોઝ', 'ઈઓ', 'ધ ક્વાઈટ ગર્લ' સામેલ છે.

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચરમાં 'ઓલ ધ બ્રેથ્સ', 'ઓલ ધ બ્યૂટી એન્ડ ધ બ્લડશેડ', 'ફયાર ઓફ લવ', 'અ હાઉસ મેડ ઓફ સ્પીલન્ટર્સ', 'નાવાલ્ની'નો સમાવેશ થાય છે. જ્યારે બેસ્ટ સિનેમેટોગ્રાફીમાં 'ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', 'બાર્ડો', 'ફોલ્સ ક્રોનીકલ એન્ડ અ હેન્ડફુલ ઓફ ટ્રુથ્સ', 'એલ્વીસ', 'એમ્પાયર ઓફ લાઈટ્સ', 'ટાર'નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp