પવનદીપ-અરુણિતાનું ગીત O Saiyyoni રીલિઝ, જુઓ વીડિયો

PC: indiatv.com

ઈન્ડિયન આઇડલની ફેવરેટ જોડી પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલનું લેટેસ્ટ ગીત O Saiyyoni રીલિઝ કરી દેવામાં આવ્યું છે. હિમેશ રેશમિયાના આલ્બમ હિમેશ કે દિલ સે માટે પવનદીપ અને અરુણિતાએ આ ગીત ગાયું છે. આ ગીતનાં સંગીતકાર અને ગીતકાર હિમેશ રેશમિયા પોતે જ છે.

આ ગીતને સંગીત રસિયાઓ ખૂબ પસંદ કરી રહ્યા છે. અરુણિતા અને પવનદીપને આ મ્યુઝિક આલ્બમનો ભાગ બનાવીને હિમેશ રેશમિયાએ સંગીત પ્રેમીઓને નવી ભેટ આપી છે. આ ગીત રીલિઝ થયાના કલાકોની અંદર જ 6 લાખથી વધારે વાર જોવાઇ ગયું છે.

આ ગીતમાં અરુણિતા અને પવનદીપની જુગલબંધી જોવી ફેન્સ માટે ટ્રીટ છે. O Saiyyoni ગીતમાં રસ્ટિક ફોક વાઇબ્સને કંટેમ્પરી બીટની સાથે મિક્સ કરવામાં આવી છે. આ રોમેન્ટિક ગીત ફેન્સને પસંદ પડી રહ્યું છે. ફેન્સ આ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.અરુણિતા અને પવનદીપના અવાજમાં આ ગીત લોકો પસંદ કરી રહ્યા છે. ફેન્સે આ ગીતને સુપરહીટ ગણાવ્યું છે.

આ ગીતની લિંકને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા હિમેશ રેશમિયાએ લખ્યું, એક પછી એક 9 બ્લોકબસ્ટર હિટ આપ્યા પછી મારું નવી ગીત O Saiyyoni. આ ગીતમાં મેં જ સંગીત આપ્યું છે અને લખ્યું પણ મેં જ છે. આને ખૂબ જ ટેલેન્ટેડ પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલે પોતાનો અવાજ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Himesh Reshammiya (@realhimesh)

ઈન્ડિયન આઇડલ 12 નો વિજેતા પવનદીપ જાહેર થયો હતો. પણ અરુણિતાએ પણ પોતાના અવાજથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ બંનેને એકસાથે સ્ક્રીન પર જોવા માટે દર્શકો બેતાબ રહે છે. તેમના ઘણાં વીડિયો શો ખતમ થયા પછી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં અરુણિતા ખૂબ જ સુંદરતાથી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ટાઇટલ ટ્રેક ગાઇ રહી છે અને પવનદીપ તેના પર ગિટાર વગાડી રહ્યો છે.

ખેર, ઈન્ડિયન આઇડલની આખી સીઝન દરમિયાન દર્શકોએ અરુણિતા અને પવનદીપ પર ખૂબ પ્રેમ લુટાવ્યો હતો. રિયાલિટી શો ખતમ થયા પછી પણ તેમની જોડી પોપ્યુલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp